Gujarat

આ દિવસોએ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી

By GS Team
4 Mar 20221 min read
This article was originally published on 4 Mar 2022
આ દિવસોએ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી

અમદાવાદ, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર

ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય ઉપરાંત દીવ, દમણ અને દાદરા નગર હવેલી માટે આગામી 5 દિવસને લઈ કેટલીક આગાહીઓ કરવામાં આવી છે. આગાહી પ્રમાણે સોમવારે હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે. સોમવારે દક્ષિણ ગુજરાતમાં જ્યારે મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રનું હવામાન સૂકું રહે તેવી શક્યતા જણાઈ રહી છે. 

શુક્રવાર સવારથી આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં નોંધાય જ્યારે તેના પછીના 3 દિવસ પ્રદેશ પ્રમાણે 2થી 3 ડિગ્રી ઉંચુ જઈ શકે છે. જ્યારે આગામી 4-5 દિવસ ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં નોંધાય. 

શુક્રવારથી સોમવાર સવાર દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેશે. 

સોમવારના રોજ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદાના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે બાકીના પ્રદેશોમાં હવામાન સૂકું રહેશે. 

મંગળવારના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, વડોદરા અને સુરતમાં હળવા વરસાદની શક્યતાઓ છે.