ગુજરાતમાં વિરામ બાદ ફરી છ દિવસ વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજા ત્રાટકશે
Rain forecast : ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પણ વરસી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગે આગામી 17 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ સાથે 14 થી 16 જૂન સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. ચાલો જાણીએ કયા-કેવો રહેશે વરસાદી માહોલ.
રાજ્યમાં છ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યમાં ગરમીના માહોલ વચ્ચે આગામી બે દિવસ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરના મોટાભાગની વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે ગુરુવારે (12 જૂન) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ અને વલસાડ જ્યારે 13 જૂનના રોજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
14 જૂનની આગાહી
14 જૂને રાજ્યના 24 જિલ્લામાં વરસાદની આગાહી છે. જેમાં સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
15 જૂનની આગાહી
15 જૂને વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડના જિલ્લાના અમુક સ્થળોએ અને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
16-17 જૂનની આગાહી
રાજ્યમાં 16-17 જૂનના રોજ ગુજરાતભરમાં વરસાદની સંભાવના છે. જેમાં કચ્છના છૂટાછવાયા સ્થળોએ અને આ સિવાયના તમામ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.