કોરોનાને લઈને રાહતના સમાચાર, ગુજરાતમાં સતત ત્રણ દિવસથી નવા કેસોની સંખ્યામાં ઘટાડો, જાણો લેટેસ્ટ આંકડા
Covid Cases In Gujarat: દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6,815ને પાર થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં આજે બુધવારે (11 જૂન) રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 203 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1281 પર પહોંચી ગઈ છે. જેમાંથી 23 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 1258 દર્દી OPD બેઝ સારવારમાં છે. આ સિવાય 149 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. જ્યારે છેલ્લા ત્રણ દિવસથી નવા કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોવાનું જણાય છે.
છેલ્લા 10 દિવસના કોરોનાના આંકડા