ગુજરાતના અનેક જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, હાલ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નહિવત્
Weather News : ગુજરાતભરમાં છૂટાછવાયા સ્થળોએ છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના તૈયાર પાક પર સીધી રીતે અસર પડી રહી હોવાનું સામે આવ્યું છે, ત્યારે અમરેલી, ભરુચ, અંકલેશ્વર સહિત રાજ્યભરના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં હજુ 7 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં સતત અઠવાડિયા સુધી માવઠાની શક્યતા છે, ત્યારે આવતીકાલે શનિવારે રાજ્યના 13 જિલ્લામાં કમોસમી વરસાદ આગાહી છે.
આવતીકાલે 13 જિલ્લામાં કમોસમી વરસાદ
હવામાન વિભાગ મુજબ, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી છે. જો કે, હાલ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નહિવત્ છે. તેવામાં આવતીકાલે 17 અને 18 મે, 2025ના રોજ અમરેલી, રાજકોટ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
19-20 મેની આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે, ત્યારે 19-20 મેના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના મેઘગર્જના સાથે છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
જ્યારે 21 મેના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં માવઠું થશે.
આ પણ વાંચો: ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ બાદ સર્વે શરૂ, 80 ટીમ બનાવાઇ
22 મેની આગાહી
રાજ્યમાં સતત અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે 22 મેના રોજ 25 જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહેસાણા, ગાંધીનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.