ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં, ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી
Rain Forecast : ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા 14 કલાકમાં 86 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નર્મદાના નાંદોદમાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે. હવામાન વિભાગે હજુ 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. બીજી તરફ, નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે. આમ, નવરાત્રિમાં ચાર દિવસ સુધી વરસાદી સંકટ રહી શકે છે.
6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 21 થી 24 સપ્ટેમ્બર સુધી દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
25-26 સપ્ટેમ્બરની આગાહી
આગામી 25-26 સપ્ટેમ્બરના રોજ રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં મેઘગર્જના સાથે ધીમીધારે વરસાદ થવાની શક્યતા છે.