New GST: અમૂલે 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડ્યા; જાણો દૂધ, પનીર, ઘી, આઈસક્રીમની નવી કિંમત
Amul Reduces Prices of Milk, Butter, Cheese & Ice Cream : ભારત સરકારે હાલમાં જ GST સ્લેબમાં કરેલા ફેરફારના કારને અમૂલની પ્રોડક્ટ્સના ભાવમાં ફેરફાર થયા છે. અમૂલે આજે 700થી વધુ પણ પ્રોડક્ટ્સની કિંમતમાં ફેરફાર કર્યા છે. GSTના નવા દર આગામી 22મી સપ્ટેમ્બરથી લાગુ થશે.
અમૂલ દ્વારા બટર ( માખણ ), ઘી, દૂધ, આઈસક્રીમ, ચીઝ, પનીર, ચોકલેટ, ફ્રોઝન ડેરી પ્રોડક્ટ્સ સહિતની ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં ફેરફાર કર્યા છે.
અમૂલની કઈ પ્રોડક્ટમાં કેટલા રૂપિયા ભાવ ઘટાડો?
અમૂલ બટરના ભાવમાં ચાર રૂપિયા જ્યારે ઘીના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમૂલ તાજા દૂધના એક લિટરના ભાવમાં બે રૂપિયા જ્યારે અમૂલ ગોલ્ડના એક લિટરના ભાવમાં ત્રણ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આટલું જ નહીં વિવિધ આઇસક્રીમના ભાવમાં એકથી લઈને 15 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે એક કિલો ચીઝ હવે 30 રૂપિયા સસ્તું મળશે.
GSTમાં ફેરફાર બાદ અમૂલ પ્રોડક્ટ્સના ભાવમાં ફેરફારનું લિસ્ટ