બનાસકાંઠા જળબંબાકાર: વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળાઓમાં રજા જાહેર, ઘર-દુકાનોમાં પાણી ઘૂસ્યા
Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ધમરોળ્યા બાદ હવે બનાસકાંઠાનો વારો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ નોંધાયો છે. જ્યારે પાલનપુરમાં 6.1 ઇંચ, દાંતીવાડામાં 6.0 ઇંચ વરસાદ નોંધાયો છે.
તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે તંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. બુધવારે (2 જુલાઈ) મેઘરાજા બનાસકાંઠા પર મહેરબાન થયા હતા અને બનાસકાંઠાને જળબંબકાર કરી દીધું હતું. ભારે વરસાદના પગલે ઠેર ઠેર રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
ઘરમાં પાણી ફરી વળતાં પારાવાર નુકસાન
વડગામમાં 8 ઇંચ અને પાલનપુરમાં 6 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાલનપુરના ડૉક્ટર હાઉસની પાછળના ભાગમાં તથા મફતપુરામાં લોકોના ઘર અને દુકાનોમાં પાણી વળતાં ઘરવખરી સહિતનો સામાન પલળી જતાં પારાવાર નુકસાન થયું છે. ઘરમાં પાણી ઘૂસી જતાં વૃદ્ધો અને બાળકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. અવિરત વરસાદના કરાણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે.
જ્યારે આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના ધાનેરામાં 3.86 ઇંચ, વડગામમાં 1.97 ઇંચ, ડીસામાં 1.89 ઇંચ, દાંતીવાડામાં 0.83 અને પાલનપુરમાં 0.79 ઇંચ વરસાદ ખાબક્યો છે. હજુ પણ બનાસકાંઠાના કેટલાક તાલુકાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે.
બનાસકાંઠાની શાળાઓમાં રજા જાહેર
વર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને, આજે 3 જુલાઈ 2025, ગુરુવારના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
3 જુલાઈ હવામાન વિભાગની આગાહી
રેડ ઍલર્ટઃ બનાસકાંઠાસ પાટણ, મહેસાણા, સાબરકાંઠા
ઑરેન્જ ઍલર્ટઃ કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, પંચમાહાલ, દાહોદ, વડોદરા,
યલો ઍલર્ટઃ મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત,તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
ચોથી જુલાઈઃ
હવામાન વિભાગે 4 જુલાઈના દિવસે 12 જિલ્લામાં યલો ઍલર્ટ આપ્યું છે. જ્યાં છૂટાછવાયો સ્થળોએ ભારે વરસાદ જોવા મળશે.
યલો ઍલર્ટઃ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
પાંચમી જુલાઈઃ
હવામાન વિભાગે 5 જુલાઈના દિવસે 3 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપ્યું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 15 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે.
ઑરેન્જ ઍલર્ટઃ અરવલ્લી, મહીસાગર, દાહોદ
યલો ઍલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ
6 અને 7 જુલાઈ:
હવામાન વિભાગે 6 જુલાઈના દિવસે 7 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપ્યું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 22 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે.
ઑરેન્જ ઍલર્ટઃ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
યલો ઍલર્ટઃ કચ્છ, પાટણ, મોરબી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ
સાતમી જુલાઈઃ
હવામાન વિભાગ દ્વારા 7 જુલાઈના દિવસે 2 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 12 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે.
ઑરેન્જ ઍલર્ટઃ બનાસકાંઠા અને સાબરકાંઠા
યલો ઍલર્ટઃ કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી