Get The App

રેલવે ઓગસ્ટમાં ગુજરાતથી બે મળી ત્રણ પાર્સલ વિશેષ ટ્રેનો દોડાવશે

Updated: Jul 24th, 2020

GS TEAM

Google News
Google News

સુરતતા. 24 જુલાઈ, 2020, શુક્રવાર

 ચિકિત્સા સાધનો, દવાઓ અને ખાદ્ય સામગ્રીઓ મળી આવશ્યક ચીજવસ્તુઓ દેશના જુદા જુદા વિસ્તારોમાં પહોંચાડવા માટે પશ્ચિમ રેલવે આગામી ઓગસ્ટમાં ત્રણ પાર્સલ વિશેષ ટ્રેનોની 74    સેવાઓ દોડાડાવા જઈ રહી છે. આ સેવા બાંદ્રાથી જમ્મુ તાવી, ઓખાથી ગોહાતી અને પોરબંદરથી શાલીમાર માટે છે.

ઓખાથી ગોહાતી વચ્ચેની પાર્સલ વિશેષ ટ્રેન (00949-50) સેવા તા.5મીથી 30મી દરમિયાન દોડશે. તા. 5મીએ 07:15 વાગે ઓખાથી રવાના થઈ ત્રીજા દિવસે ટ્રેન 17:00 કલાકે ગોહાતી પહોંચશે. જ્યારે પોરબંદર શાલીમાર વચ્ચેની પાર્સલ વિશેષ ટ્રેન (00913-14) તા.જીથી તા.31 દરમિયાન દોડશે, જે સવારે 08:00 કલાકે ઉપડી ત્રીજા દિવસે 04:00 વાગે શાલીમાર પહોંચશે.

બાંદ્રા ટમનસ-જમ્મુ તાવી વચ્ચેની વિશેષ ટ્રેન (00901-02) તઃ.1લીથી તા.31 ઓગષ્ટ દરમિયાન દોડશે. બાન્દ્રાથી 20:00 કલાકે ઉપડી ત્રીજા દિવસે 08:00 કલાકે જમ્મુતાવીપહોંચશે.બાંદ્રા ટમનસ-જમ્મુ તાવી વચ્ચેની વિશેષ ટ્રેન 32 ફેરા, ઓખા-ગોહાતી વચ્ચે 16 અને પોરબંદર-શાલીમાર વચ્ચે 26 ફેરાઓ રહેશે.

માર્ચ-જુલાઈમાં વિશેષ પાર્સલ ટ્રેનથી રૃા.68 કરોડ આવક

રેલવે તંત્રે માર્ચ જુલાઈ દરમિયાન સંખ્યાબંધ વિશેષ પાર્સલ ટ્રેનો કૃષિ પેદાશ, દવા, સીફૂડ અને દૂધ માટે દોડાવીને આશરે રુ. 68 કરોડની આવક મેળવી હતી. રુ. 16.10 કરોડની આવક 82 હજાર ટન સામગ્રી 47 પાર્સલ ટ્રેનો દ્વારા, રુ 78.07 કરોડની આવક 46 હજાર ટન 62 દૂધ સ્પેશિયલ દ્વારા, રુ. 15.12 કરોડની આવક 30 હજાર ટન સામગ્રી 342 કોવિડ વિશેષ પાર્સલ ટ્રેન દ્વારા અને રુ. 26.10 કરોડની આવક 561 ટન સામગ્રી 12  ઇટેડેડ રક દ્વારા મેળવી હતી.

જુલાઈ સુધી 61.68 લાખ પ્રવાસીઓને 401 કરોડનું રિફંડ ચૂકવ્યું

રેલવેએ માર્ચથી 22 જુલાઇ દરમિયાન ટિકિટોના કેન્સલેશન દ્વારા રુ. 401.44 કરોડનું રિફંડ ચૂકવ્યું છે. જેમાંથી એકલા મુંબઈ ડિવિઝને રુ.192 કરોડનું ફંડ ચુકવ્યું છે. 61.68 લાખ પ્રવાસીઓએ ટિકિટો રદ કરાવીને રિફંડ મેળવ્યું છે.આ સાથે રેલવેને લોક ડાઉન અંતર્ગત કમાણીમાં કુલ નુકસાન ઉપનગરી ખંડમાં રુ.271 કરોડ અને બિનઉપનગરી ખંડમાં રુ. 1566 કરોડ થયું છે.

Tags :