ક્રાઈમબ્રાંચના બાતમીદારને ત્યાં દરોડા : બાસી અને દયાવાનના અડ્ડા પરથી 19 ની ધરપકડ

Updated: Jan 25th, 2023

અમદાવાદ,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર

રખીયાલમાં કનુભાઈની ચાલીમાં ક્રાઈમબ્રાંચે બાતમીદારના ત્યાં દરોડા પાડયા હતા.કનુભાઈની ચાલીમાં કુખ્યાત બાસી અને દયાવાનમાતાનો જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી ક્રાઈમબ્રાંચે મળી હતી. પોલીસે બાતમી આધારે સોમવારે રેડ કરી સ્થળ પરથી જુગાર રમતા ૧૯ આરોપીને ઝડપી લીધા હતા. રખીયાલનો માથાભારે બાસી સહિત ત્રણ આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ૧.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો. 

રખીયાલનો માથાભારે બાસી સહિત ત્રણ ફરાર ૧.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ

ક્રાઈમબ્રાંચે દયાવાનમાતા અને બાસીના અડ્ડા પર રેડ કરી રૂ.૮૨,૩૪૦ની રોક્ડ, પાંચ મોબાઈલ ફોન રૂ.૩૨ હજારના, જુગાર રમવા માટેના કોઈન સહિત કુલ રૂ.૧,૧૪,૩૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જુગાર રમતા ફિરોઝખાન પઠાણ, જીતેન્દ્ર વાઘેલા, ભરત પરમાર, કનુભાઈ ગઢવી, યુનુસ શેખ, બિપીન શાહ, ઈરફાન અન્સારી, ડાહ્યાભાઈ બારોટ, જીતેન્દ્ર પટેલ, મુર્તુઝા શેખ, ફિરોઝ વોરા, ઉમેશ ચૌહાણ, સાજીદઅલી સૈયદ, વિનોદ સોનકર, સત્તાર વોરા, યાસીનમીંયા શેખ, અશ્વિનકુમાર ઠક્કર અને જગદીશ પટેલની ધરપકડ કરી હતી. જુગારનો અડ્ડો ખુર્શીદ અહેમદ ઉર્ફ દયાવાનમાતા દોસ્તમહમંદ પઠાણ અને અલ્તાફખાન ઉર્ફ બાસી જબ્બારખાન પઠાણનો હોવાનું ખુલ્યું હતું. બંને આરોપીઓએ પોતાના ચાર માણસોને જુગારનો અડ્ડો ચલાવવા માટે રાખ્યા હતા. આ આરોપીઓ જુગારના અડ્ડામાંથી ઉઘરાવતા નાળની રકમ અલ્તાફ બાસીના માણસ આસીફખાન આફતાબખાન ઉર્ફ ટેન્શન જબ્બારખાન પઠાણને રોજરોજ સાંજે આપી દેતા હતા. આસીફખાન રોજ સોજે સ્થળ પર રોક્ડા પૈસા લઈ આવતો હતો. પોલીસે અલ્તાફ બાસી, દયાવાન માતા અને આસીફખાનને વોન્ટેડ બતાવ્યા છે.

    Sports

    RECENT NEWS