Get The App

રાહુલ ગાંધીએ નેતાઓને વોટર લિસ્ટને લઈને નિર્દેશ આપ્યા, કહ્યું- ગાંધી-સરદારનું ગુજરાત હવે ભાજપ સામે લડશે

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
રાહુલ ગાંધીએ નેતાઓને વોટર લિસ્ટને લઈને નિર્દેશ આપ્યા, કહ્યું- ગાંધી-સરદારનું ગુજરાત હવે ભાજપ સામે લડશે 1 - image


Rahul Gandhi in Anand : ગુજરાત કોંગ્રેસના મુસ્લિમ નેતાએ રાહુલ ગાંધીને સંસદમાં વર્તમાન સત્રમાં ગેરબંધારણીય બુલડોઝર કાર્યવાહી, મૉબ લિંચિંગ, ઉશ્કેરણીજનક ભાષણ અને પૂજા સ્થળ અધિનિયમ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવવા વિનંતી કરી છે. ગુજરાત કોંગ્રેસના સંગઠન નિર્માણ અભિયાન હેઠળ આણંદમાં આયોજિત જિલ્લા અધ્યક્ષ પ્રશિક્ષણ શિબિરમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખ અને જાવેદ પીરઝાદાએ રાહુલ ગાંધી મુલાકાત કરી હતી અને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું હતું. જેમાં આ મુદ્દાઓ પર નક્કર કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. જ્યારે રાહુલ ગાંધીએ નેતાઓને વોટર લિસ્ટને લઈને નિર્દેશ આપ્યા હતા અને કહ્યું હતું કે, 'ગાંધી-સરદારનું ગુજરાત હવે ભાજપ સામે લડશે...'

કોંગ્રેસ નેતાઓએ શું કહ્યું?

કોંગ્રેસ નેતાઓએ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે, 'ગુજરાતના ગીર સોમનાથ, જૂનાગઢ, બેટ દ્વારકા અને અમદાવાદના ચંડોળા તળાવ, ઓઢવ સહિતના વિસ્તારોમાં ત્રણ પેઢીઓથી રહેતા ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા. જેનાથી સુપ્રિમ કોર્ટના દિશા-નિર્દેશો અને બંધારણનું ઉલ્લંઘન થાય છે.' તેમણે માગ કરી કે, આ પ્રકારની કાર્યવાહી પહેલા નાગરિકોને નોટિસ જાહેર કરવામાં આવે. તેમની માલિકી સાબિત કરવા માટે સમય આપવો જોઈએ અને 10 વર્ષથી ત્યાં રહેતા ગરીબો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.

ઉશ્કેરણીજનક ભાષણો પર કડક કાર્યવાહીની માંગ

કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો કે, 'ભાજપ શાસિત રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ અને ઝારખંડના મુખ્યમંત્રીઓ દ્વારા જાહેરમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં આવે છે. વર્ષ 2018માં તહસીન પૂનાવાલા ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે તમામ જિલ્લામાં નોડલ ઓફિસરને નિયુક્ત કરવાનો નિર્દેશ કર્યો હતો, પરંતુ તેનું પાલન કરવામાં આવતું નથી.' નેતાઓએ માગ કરી હતી કે, દ્વેષપૂર્ણ ભાષણ સામેના કાયદાનો કડક અમલ થવો જોઈએ અને પોલીસે સ્વતઃ સંજ્ઞાન લેવું જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ.

મૉબ લિંચિંગ ઘટનાઓને લઈને કોંગ્રેસના નેતાઓ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, 'કેન્દ્ર સરકારે આ બાબતે કાયદો બનાવ્યો છે, પરંતુ આવી ઘટનામાં શખ્ત કલમો હેઠળ ગુનો નોંધાતો નથી. એટલે આવી ગંભીર ઘટનાઓ પર કડક કાનૂની કાર્યવાહી કરવા જણાવ્યું છે.' કોંગ્રેસના નેતાઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ 1991ના પૂજા સ્થળ અધિનિયમ પર યોગ્ય રીતે અમલીકરણ કરવાની માગ કરી છે. 

આ પણ વાંચો: વડોદરા આવેલા કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા સ્વાગત

ગુજરાતમાં ભાજપને હરાવવાની જરૂર: રાહુલ ગાંધી

સંગઠન નિર્માણ અભિયાન હેઠળ આયોજિત ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીએ નવા જિલ્લા અધ્યક્ષોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, 'ગુજરાતમાં ભાજપને હરાવવી જરૂરી છે. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, જ્યાં આઝાદીની લડાઈ અને હવે ભાજપના સામે લડવાનું છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વોટર લિસ્ટમાં હેરાફેરી અને નકલી વોટિંગના કારણે કોંગ્રેસને નુકસાન થયું છે.' રાહુલ ગાંધીએ કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષના સંગઠનોને મજબૂત કરવા અને જનતા વચ્ચે સરકારની ખામીઓ ઉજાગર કરવાને લઈને આહ્વાન કર્યું હતું. 

Tags :