વડોદરા આવેલા કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા સ્વાગત
લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ સુધી ગુજરાત આવતા વડોદરા એરપોર્ટ પર આવી પહોંચતા કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરીને સૂત્રોચાર કરાયો હતો.
આજથી સતત ત્રણ દિવસ તા. 28 જુલાઈ સુધી ગુજરાતમાં રાહુલ ગાંધી રોકાણ કરશે. આજે સવારે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચેલા રાહુલ ગાંધીનું કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ સહિત કોંગ્રેસી કાર્યકરોએ પુષ્પગુચ્છ આપીને કોંગ્રેસ તરફી ભારે સૂત્રોચાર કરીને તેમનું સ્વાગત કર્યું હતું. વડોદરાથી આણંદ જવા રવાના થયેલા રાહુલ ગાંધી સતત 4 કલાક સુધી આણંદ ખાતે પ્રશિક્ષણ શિબિરમાં જોડાઈને કાર્યકરોને વિવિધ સૂચનો કરીને માર્ગદર્શન આપશે. રાજ્યમાં કથિત ભ્રષ્ટાચાર સહિત અનેક સમસ્યાઓ બાબતે લોકો વચ્ચે જઈને આંદોલન કરવા બાબતે માર્ગદર્શન આપશે. વડોદરા એરપોર્ટથી રાહુલ ગાંધી આણંદ જવા રવાના થયા હતા.