Get The App

વસ્ત્રાપુરના પ્રાઇમ વિસ્તાર પ્રમાણે દેહ વ્યાપારમાં સાત હજાર સુધીનો સોદો કાઉન્ટર પર જ કરવામાં આવે છે

સ્પામાં મસાજ નહી પણ એકસ્ટ્રા સર્વિસ માટે જ ગ્રાહકોને બોલાવાઇ છે

સ્થાનિક પોલીસથી માંડીને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો દરોડો નહી પડેઃ સંચાલક

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
વસ્ત્રાપુરના પ્રાઇમ વિસ્તાર પ્રમાણે દેહ વ્યાપારમાં સાત હજાર સુધીનો સોદો કાઉન્ટર પર જ કરવામાં આવે છે 1 - image


અમદાવાદ, ગુરૂવાર

અમદાવાદના પોલીસ ભલે સ્પા કે મસાજ સેન્ટરમાં દેહ વિક્રયના કારોબાર થતો ન હોવાનો દાવો કરે પણ વાસ્તવિકતા એ છે કે સ્પાની આડમાં બેરોકટોક રીતે કાળો કારોબાર ચાલી રહ્યો છે.  અમદાવાદના વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે આવેલા વૈભવ  ટાવરના ઝેન નામના સ્પા  સેન્ટરનો વિડીયો વાયરલ થયો છે. જેમાં સ્પા માટે આવતા ગ્રાહકોને એકસ્ટ્રા સર્વિસ લેવી હોય તો જ મસાજ કરાવવા માટે મોકલે છે. આ માટેનો રેટ રિસ્પેશન પર જ નક્કી કરવામાં આવે છે અને યુવતીઓને પણ સ્પાના સંચાલકને કમિશન આપવું પડે છે.  જેમાં એક્સ્ટ્રા સર્વિસ સાથેનો દર પાંચ હજારથી સાત હજારનો હોય છે અને ગ્રાહકોને સ્થાનિક પોલીસથી માંડીને એજન્સીઓની કોઇ રેડ નહી પણ પડે તેની ખાતરી આપવામાં આવે છે.  

વસ્ત્રાપુરના પ્રાઇમ વિસ્તાર પ્રમાણે દેહ વ્યાપારમાં સાત હજાર સુધીનો સોદો કાઉન્ટર પર જ કરવામાં આવે છે 2 - imageસ્પાના સંચાલકનો એવો પણ દાવો કરાયો હતો કે તે પોલીસને તેમજ લાગતા વળગતાઓને યુવતીઓની સેવા પણ પુરી પાડે છે. તેમજ ચોક્કસ ભરણ પણ પહોંચતુ હોવાથી  પોલીસ દરોડાની ચિંતા નથી. અમદાવાદમાં માત્ર પોલીસ નામ પુરતા જ દરોડા પાડે છે અને દરોડા પહેલા કેટલાંક કિસ્સામાં સંચાલકોને જાણ પણ કરે છે. જેથી  સ્પાના સંચાલકો સતર્ક થઇ જાય છે. ત્યારે આ સ્થિતિ માત્ર ઝેન સ્પાની જ નથી પણ  સમગ્ર અમદાવાદમાં સ્પાની આડમાં કાળો કારોબાર જ કરવામાં આવે છે. તો કેટલાંક સ્પામાં પોલીસની  આડકતરી ભાગીદારી હોય છે.