- શિક્ષણ ક્ષેત્રે મોટા પાયે વર્ગ 2-3 ની બદલીઓ
- ન.પ્રા.શિ. સમિતિના શાસનાધિકારી બદલાયા, જિલ્લાના કુલ 27 મદદનીશ શિક્ષકોની આચાર્ય પદે બદલી
શિક્ષણ વિભાગનાં વહિવટી નિયંત્રણ હેઠળની શિક્ષણ સેવા વર્ગ-૨ વહીવટી શાળા સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલીક અસરથી ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ઈ.આઈ. તરીકે ફરજ બજાવતા કિરીટ એ. સુવાની સરકારીસિંધી હાઈસ્કુલ મેંદરડા જુનાગઢ, સંજય બી. ડોડીયાની, શિક્ષણ નિરીક્ષક ગીરસોમનાથ અને સાગર એ. પંડયાની શિ.નિરીક્ષક આણંદ બદલી થઈ હતી જ્યારે બોટાદ મોડલ સ્કુલથી વિક્રમસિંહ પરમાર આચાર્ય માજીરાજ હાઈસ્કુલથી હિતેશ જી. દવે, સરકારી હાઈસ્કુલ સેંદરડાથી દિલીપ એસ. સોલંકી અને સરકારી મા.શાળા ગૌશાળાથી અનિરૂધ્ધસિંહ સરવૈયાને ઈ.આઈ. તરીકે મુકાતા ભાવનગર ઓફીસનું કોરમ પુર્ણ થયું હતું. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શાસનાધિકારી મુંજાલ બી. બડમલીયાની આચાર્ય સરકારી મા.ઉ.પા. નાલદા ડેડીયાપાડા નર્મદ બદલી થઈ છે તો તેના સ્થાને આચાર્ય પી.એમ. મોડેલ સ્કુલ સીદસરથી સમીર એચ. જાનીની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શિ.નિ. યોગેશ પી. ભ્ટટને આ.સ.હાઈ. મથાવડા, તળાજા, વંદના એમ. ગૌસ્વામીને આ.અકલીયાથી નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી ભાવનગર, સિહોર વરલના આચાર્ય જગદિશસિંહ ગોહિલને ઢુંઢસર, આચાર્ય, છ.લ. પટેલ સ.હાઈ. ચોગઠના દિનેશ કળસરીયાને મદદનીશ સચિવ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર, આચાર્ય નવી કામરોળ તળાજાના ઘનશ્યામ બારૈયાને સ.હાઈ. ભાવનગર, મેથળા તળાજાનાં વર્ષાબેન ચૌહાણને કાળાતળાવ, મોરચંદ ઘોઘાનાં કુણાલ ભટ્ટીને નાયબ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી પી.એમ. પોષણભાવ. ના. જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી પ્લાન બોટાદના પ્રભાતસંગ મોરીને આ.તળાજા મોડલ સ્કુલ, સાશનાધિકારી બોટાદ ધર્મેશ બી. રોયને આચાર્ય મા. આર.એમ. એસ.એ. મીનલ ખંભાત આણંદ, બદલી કરાઈ છે. તે ડુંગરપુર પાલીતાણાના જીજ્ઞોશ વ્યાસની કનપર મહુવા, સરતાનપર તળાજાના આનલ અજવાળીયાની કુંભારવાડા ભાવનગર, આર.એમ.એસ.એ. બોટાદના નરેન્દ્ર પટેલને શિક્ષણ નિરીક્ષક પાટણ, મોટી વીરવા બોટાદના બહાદુરસિંહ રાઓલને શિક્ષણ નિરીક્ષક અમદાવાદ શહેર, અને મોડલ સ્કુલ તળાજાના વિશાલ રાજ્યગુરૂની નાયબ જિલ્લા શિક્ષણાધિકારી (પ્લાન) ભાવનગર બદલીઓ થવા પામી છે. આ ઉપરાંત શિક્ષણ સેવા વર્ગ-૨ના સંવર્ગના મદદનીશ શિક્ષકોને આચાર્ય પદે પણ બદલીના ઓર્ડરો થવા પામ્યા છે. જેમાં ભાવનગરના ૨૭ કર્મચારીનો સમાવેશ થાય છે.


