બનાસકાંઠાનાં થરામાં બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Banaskantha News: બનાસકાંઠાનાં થરામાં જૂથ અથડામણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં દિયોદર જતા નાળા નજીક એક જ કોમ 30થી વધુ લોકો સરાજાહેરમાં મારામારી કરી હતી. જેમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
અથડામણમાં કેટલીક મહિલાઓ પણ સામેલ
મળતી માહિતી અનુસાર, થરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે લાકડી અને પથ્થરથી સરાજાહેર મારામારી કરી હતી. જેમાં 10થી વધુ લોકોને ઈજા થઈ છે. આ અથડામણમાં કેટલીક મહિલાઓ પણ હતી. ઘટના દરમિયાન વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈને તપાસ શરૂ કરી છે.
આ મામલો પોલીસે જમાવ્યું કે, મારામારી ઘટના બની છે. હાલ પોલીસ તપાસ કરી રહ્યી છે, કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ હિંસા માટે જવાબદાર લોકોની ઓળખ કરવાની કાર્યવાહી કરી રહી છે.