Get The App

લેન્ડ ગ્રેબિંગ એક્ટના ભંગના ગુનામાં વોન્ટેડ ઝડપાયો, એક દિવસના રિમાન્ડ

ભરથાણા-કોસાડની જમીન બોગસ દસ્તાવેજોના આધારે હડપવાના કારસામાં પ્રિતેશકુમાર ઉર્ફે લાલુ ગજ્જરની ધરપકડ

Updated: Jun 28th, 2021

GS TEAM

Google News
Google News
લેન્ડ ગ્રેબિંગ એક્ટના ભંગના ગુનામાં વોન્ટેડ ઝડપાયો, એક દિવસના રિમાન્ડ 1 - image


-સુરત

ભરથાણા-કોસાડની જમીન બોગસ દસ્તાવેજોના આધારે હડપવાના કારસામાં  પ્રિતેશકુમાર ઉર્ફે લાલુ ગજ્જરની ધરપકડ

ભરથાણા-કોસાડમાં આવેલી જમીનના મૂળ માલિકોની જાણ બહાર બોગસ દસ્તાવેજો બનાવીને હડપવાના ગુનાઈત કારસામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી આજે અમરોલી પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીને એક દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપતો હુકમ કર્યો છે.

મૂળ પલસાણા તાલુકાના પુણીતા ગામના વતની ફરિયાદી કેતન અરવિંદ દેસાઈ (રે.અલક નંદા સોસાયટી,અડાજણ)ની ભરથાણા કોસાડના સર્વે નં.154 બ્લોક નં.152ની જમીનના મૂળ માલિકો ચંદ્રકાંત નાયક, પ્રશાંતકુમાર નાયક, બૈજકુમાર નાયક તથા દર્શનાકુમારીના નામે ચાલી આવતી હતી.પરંતુ હાલમાં લંડન ખાતે રહેતા જમીનના મૂળ માલિકોની જાણ બહાર આરોપી વિક્રમકુમાર ભાસ્કર  નાયક (રે.સોના ચેમ્બર,આદર્શ નગર, કાલીયાવાડી તા.જલાલપુર નવસારી)એ અન્ય આરોપીઓ સાથે મળીને જમીનના બોગસ દસ્તાવેજોના આધારે હડપવાના ગુનાઈત કારસો રચ્યો હતો.જે અંગે ફરિયાદીએ અમરોલી પોલીસમાં ગુનાઈત ફોર્જરી તથા લેન્ડગ્રેબિંગ એકટના ભંગની ફરિયાદ નોંધાવતા આરોપી વિક્રમ નાયકની  તા.19 ફેબુ્રઆરીના રોજ ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ જેલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

આ કેસમાં અમરોલી પોલીસે વોન્ટેડ આરોપી જમીન દલાલ પ્રિતેશ કુમારઉર્ફે લાલુ મહેન્દ્ર લાલ ગોવન ગજ્જર (રે.નોગામા,નાયકી ફળીયું તા.ચીખલી જિ.નવસારી)ની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યા હતો.જેની સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે જમીનના મૂળ માલિકોના નામે બોગસ પાવર બનાવવામાં અન્ય વ્યક્તિઓના ફોટા લગાડી પાસપોર્ટ નંબર ખોટા લખીને કોણે દસ્તાવેજ બનાવ્યા છે તેની તપાસ કરવાની છે.બોગસ પાવરમાં ફોટાવાળી વ્યક્તિની તથા અન્ય આરોપીઓ સંડોવણી છે કે કેમ તેની તપાસ હાથ ધરવાની છે.આ કેસમાં અન્ય વોન્ટેડ આપરોપી હિતેશ ગજ્જરની ધરપકડ કરવાની છે.જમીના મૂળ માલિકો લંડન રહેતા હોઈ બોગસ પાવર ઓફ એટર્ની નવસારી ગ્રીડ ખાતે કુરીયર ઓફીસમાં કોણે મોકલાવ્યા છે તેની તપાસ કરવાની છે.અગાઉ પકડાયેલા આરોપી વિક્રમ નાયક ે જમીન માલિક પ્રશાંતનાયક સાથે હાલમાં પકડાયેલા આરોપી પ્રિતેશકુમાર ગજ્જર સાથે વીડીયો કોલથી વાત કરાવી હોવાની હકીકતને તપાસવાની છે.જેથી કોર્ટે આરોપી પ્રિતેશકુમાર ગજ્જરને એક દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

 

Tags :