Gujarat

ઇન્સ્ટાગ્રામ યુઝ જ નહી ંકરતી પરિણીતાને હેરાનગતિ: 19 વર્ષની પરિણીતાની ફેક આઇડી ઇન્સ્ટા આઇડી બનાવી મળવા આવવા ભેજાબાજનું દબાણ

By GS Team
28 Dec 20211 min read
This article was originally published on 28 Dec 2021
ઇન્સ્ટાગ્રામ યુઝ જ નહી ંકરતી પરિણીતાને હેરાનગતિ: 19 વર્ષની પરિણીતાની ફેક આઇડી ઇન્સ્ટા આઇડી બનાવી મળવા આવવા ભેજાબાજનું દબાણ




- ફેક આિડી ડિલીટ કરવાના બદલામાં મળવાની માંગ પરિણીતાએ નહીં સ્વીકારતા તેનો નંબર પરિચીત-અપરિચીતોને મોકલી બદનામ કરી

સુરત
રાંદેર રોડના બાપુનગર વિસ્તારની પરિણીતાના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી ફોટો અપલોડ કરવા ઉપરાંત ફોન પર ગાળાગાળી કરી મળવા આવવાનું કહેનાર ભેજાબાજ વિરૂધ્ધ રાંદેર પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
રાંદેર રોડ અડાજણ પાટીયા નજીક બાપુનગર વિસ્તારની અને એક મહિના અગાઉ લગ્ન કર્યા બાદ સાસરે રહેવા જનાર ઝરીના (ઉ.વ. 19 નામ બદલ્યું છે) ઇન્સ્ટાગ્રામ યુઝ કરતી નહીં હોવા છતા તેના નામનું આઇડી અને ફોટા જોઇ તેની માસી ચોંકી ગઇ હતી. માસીએ આઇડી અંગે ઝરીનાને જાણ કરી હતી અને તેના બનેવીએ ઝરીના નામે ફેક આઇડી બનાવી ફોટો અપલોડ કરનારને મેસેજ કરી આઇડી અંગે પૃચ્છા કરતા ગાળો આપી આઇડી બ્લોક કરી દીધુ હતું. દરમિયાનમાં બીજા દિવસે ઝરીના ઉપર મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો અને ગાળો આપી હતી.


જો કે ઝરીનાએ પોતાના નામનું ફેક આઇડી ડિલીટ કરવા આજીજી કરી હતી. તેમ છતા કોલ કરનારે મળવા આવવાનું કહ્યું હતું પરંતુ ઝરીનાએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જેથી ફેક આઇડી બનાવનારે ઝરીનાને બદનામ કરવા માટે પરિચીત અને અપરિચીત લોકોને તેનો નંબર આપી બદનામ કરવાનો પ્રયાસ કરી માનસિક ત્રાસ ગુજાર્યો હતો. જેને પગલે ઝરીનાએ રાંદેર પોલીસમાં અજાણ્યા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.