બારડોલી, માંડવી, સાયણમાં કોવિડ હોસ્પિટલ શરૃ કરવા તૈયારી
બારડોલીમાં 25, માંડવીમાં 30, સાયણમાં 24 બેડની હોસ્પિટલ બનાવવા આયોજન કરાયું
સુરત ગ્રામ્યમાં પણ કોરોના બેકાબૂ બનતા
સુરત , તા. 20 જુલાઇ, 2020, સોમવાર
સુરત જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સુરત જિલ્લાના માંડવી, બારડોલી અને સાયણમાં કોવીડ હોસ્પિટલો ઝડપથી શરૃ કરી શકાઇ તેવુ આયોજન કરી રાખ્યુ છે.
સુરત જિલ્લામાં પણ છેલ્લા 20 દિવસથી કોરોનાના કેસોમાં વિસ્ફોટ થઇ રહ્યો છે. જિલ્લામાં નોંધાતા કોરોનાના કેસોમાંથી હાલ તો વેસુ ખાતે સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવે છે. સાથે જ હોમ આઇસોલેશન પણ રાખવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત માલીબા કેમ્પસમાં પણ તૈયારીઓ કરી દેવાઇ છે.
પરંતુ આગામી દિવસોમાં કેસો વધે તો દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે સુરત જિલ્લા કલેકટર દ્વારા માંડવીમાં ૩૦ બેડની, બારડોલીમાં ૨૫ બેડની અને સાયણ માં ૨૪ બેડની કોવીડ હોસ્પિટલ શરૃ કરવાની તૈયારીઓ કરી દીધી છે. જો કે હાલમાં સમરસ અને ત્યારબાદ માલીબા અને આ પછી પણ બેડો ખુટશે તો શરૃ કરવાનું આયોજન કર્યુ છે.