અમદાવાદમાં રથયાત્રાની તૈયારી શરુ, અખાત્રીજે ચંદન પૂજા બાદ રથના સમારકામનો થાય છે પ્રારંભ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો અખાત્રીજના દિવસથી શુભારંભ થયો છે. અક્ષય તૃતિયાના પવિત્ર અવસરે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિવત્ રીતે સંપન્ન થઈ. આ પૂજા બાદ રથના સમારકામનું કામ શરુ કરાયું, જેમાં રથના પૈડાં અને અન્ય ભાગોની મરામતનો સમાવેશ થાય છે.
ચંદન યાત્રા કેમ કહેવાય છે?
અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે યોજાનારી આ રથયાત્રા માટેની તૈયારીઓ જોરશોરથી શરુ થઈ ગઈ છે. ત્યારે અક્ષય તૃતિયાના પવિત્ર અવસરે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિવત રીતે સંપન્ન થઈ હતી. ચંદનનો ઉપયોગ થતો હોવાથી આ યાત્રા ચંદન યાત્રા કહેવાય છે. આ વર્ષે બે નવી બાબતો જોવા મળશે: (1) આતંકવાદ દૂર થાય અને આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરવામાં આવશે (2) ગરમીનો પારો વધતાં ઠંડક મળે તે માટે ભગવાનને લીલા નાળિયેર અને નારિયેળ પાણી અર્પણ કરાયા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાનનું પાણી રોકવું હોય તો ભારતને ભાખરા નાંગલ જેવા 22 ડેમની જરૂર પડશે : નિષ્ણાતો
ઉલ્લેખનીય છે કે,જગન્નાથ મંદિરમાં ચંદન પૂજા પરંપરાગત રીતે કરવામાં આવી, જે રથયાત્રાની તૈયારીઓનો મહત્ત્વનો ભાગ છે. આ રથયાત્રા શહેરની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખનું પ્રતીક છે, અને તેની તૈયારીઓથી શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.