Get The App

જાણો ગુજરાતમાં ક્યારે શરુ થશે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી, સૌરાષ્ટ્ર- દક્ષિણમાં પણ ભારે વરસાદની આગાહી

Updated: May 20th, 2025

GS TEAM

Google News
Google News
જાણો ગુજરાતમાં ક્યારે શરુ થશે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી, સૌરાષ્ટ્ર- દક્ષિણમાં પણ ભારે વરસાદની આગાહી 1 - image


Monsoon in Gujarat: ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરુ થવાની પૂરી સંભાવનાઓ છે. આગામી 22થી 26 મે દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. 

હાલના સમયે અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ વધુ મજબૂત પણ બની શકે છે. આ સિસ્ટમ ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ છે. જેના પગલે 22 તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય અને એક સપ્તાહ સુધી ગુજરાતમાં કેટલાક જિલ્લામાં મધ્યમ તો કેટલાકમાં ભારે અને અમુકમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 23મીએ છોટા ઉદેપુર-નર્મદા, 24-25મીએ નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-અમરેલી-ભાવનગરમાં ભારે જ્યારે અન્યત્ર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હાલના અનુમાન અનુસાર ગુજરાતમાં 8 જૂન સુધીમાં ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે.

Tags :