વલ્લભ ચોક પાસે રસ્તો બેસી ગયો, કળશ સર્કલ પાસે ભૂવો પડ્યો

શહેરમાં કમોસમી વરસાદ વરસતા અનેક સ્થળોએ રસ્તાઓ બેસી જવા સાથે નાના મોટા ભુવાનું નિર્માણ થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી ઉભી થઇ છે.
શહેરમાં કમોસમી વરસાદ વરસતા અનેક સ્થળોએ રસ્તા બેસી જવાની સાથે નાના મોટા ભુવા પડવાની સમસ્યાઓ સામે આવી છે. તેવામાં સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડ ઉપર પણ આ પરિસ્થિતિ જોવા મળી છે. બીપીસી રોડ વલ્લભ ચોક પાસે રસ્તો બેસી જતા વાહનચાલકોને મુશ્કેલી થઈ રહી છે. તેમજ અકોટા- દાંડિયાબજાર બ્રિજથી હેવમોર સર્કલની વચ્ચે કળશ સર્કલ નજીક એક જ સ્થળે બીજી વખત ભુવાનું નિર્માણ થતાં કોર્પોરેશનની હલકી ગુણવત્તાવાળી કામગીરીની પોલ છતી થઈ છે. આ ઉપરાંત માંજલપુરમાં સહયોગ ગરબા ગ્રાઉન્ડ પાસે તેમજ ડી માર્ટથી સુશેન તરફના માર્ગ ઉપર રસ્તો બેસી જતા મોટા ખાડાઓ પડતા અકસ્માતનો ભય સતાવે છે. આવા સ્થળોએ સમારકામ બાદ વરસાદ વરસતા ફરી તે જ સ્થળોએ રસ્તો બેસી જવો અથવા ભૂવો પડવાની ઘટનાઓ ઘટતી હોય યોગ્ય સમારકામની લોકમાંગ છે.

