પોસ્ટ વિભાગ દ્વારા રાખડી મોકલવા વિશેષ કાઉન્ટર સહિતની વ્યવસ્થા, જાણો કેટલો ખર્ચ થશે
Image: Freepik |
Raksha Bandhan: ભાઈ-બહેનના પ્રેમના પ્રતિકના પર્વ રક્ષાબંધનને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ભાઈને પોસ્ટથી સમયસર રાખડી મળી જાય તેના માટે હાલ પોસ્ટ ઓફિસમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડે છે.
પોસ્ટથી 46 દેશમાં રાખડી-મીઠાઈ મોકલી શકાશે
ગત વર્ષે ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં 6 લાખથી વધુ રાખડી પોસ્ટ બુક કરવામાં આવી હતી અને ભારત તેમજ વિદેશમાં મોકલવામાં આવી હતી. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ‘રક્ષાબંધનમાં મોકલવા માટે પોસ્ટ ઓફિસો દ્વારા ખાસ ડિઝાઇન કરેલા રંગબેરંગી ડિઝાઇનર રાખી કવર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. ચાર અલગ અલગ ડિઝાઇનમાં ઉપલબ્ધ આ રાખી કવર વોટરપ્રૂફ છે.
આ પણ વાંચોઃ હવે આ જાતિના ડિપ્લોમા વિદ્યાર્થીઓને સહાય બંધ, ST સ્કોલરશિપની જેમ પ્રવેશ બાદ સરકારનો ઠરાવ
શું રાખડી મોકલવાની કિંમત?
આ ઉપરાંત અમદાવાદના શાહીબાગમાં સ્પીડ પોસ્ટ ભવન સ્થિત નેશનલ સોર્ટિંગ હબ તેમજ ગુજરાતમાં રાજકોટ, સુરત અને વડોદરા આરએમએસ કાઉન્ટર પર 24 કલાક પોસ્ટલ બુકિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પોસ્ટમાં 30 ગ્રામ સુધીની રાખડી મોકલવા માટે 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ સિવાય ટ્રેકિંગ સુવિધાના લાભ માટે 218થી વધુનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
શાહીબાગની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઇન્ટરનેશનલ ટ્રેક પેકેટ સેવા દ્વારા સસ્તા દરે રાખડી પોસ્ટ વિદેશ મોકલી શકાય છે. ઈન્ટરનેશનલ ટ્રેક્ટ પેકેટ સર્વિસ હેઠળ કુલ 46 દેશમાં રાખડી મોકલવાની વ્યવસ્થા કરાઇ છે. જેમાં મહત્તમ પાંચ કિલો સુધીના પાર્સલ મોકલી શકાય છે.