Gujarat

પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ

By GS TEAM
28 Mar 20262 mins read
TukuTouch Logo
પોરબંદરના રાણા રોજીવડા ગામે આજે શનિવારે હ્રદય કંપાવે તેવી ઘટના ઘટી છે. શાળાએથી પરત ફરતી વેળાએ 'નેસડા તળાવ'માંમાં ન્હાવા પડેલા બે માસૂમ કિશોરોનો ડૂબી જવાથી જીવ ગયો છે. મૃતક સુમિત સોલંકી તેની 5 બહેનો વચ્ચેનો એકનો એક ભાઈ હતો. બંને પરિવાર પર અણધારી આફત આવી પડતાં પરિવાર અને પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ

Porbandar News: પોરબંદરના રાણા રોજીવડા ગામે આજે શનિવારે હ્રદય કંપાવે તેવી ઘટના ઘટી છે. શાળાએથી પરત ફરતી વેળાએ 'નેસડા તળાવ'માંમાં ન્હાવા પડેલા બે માસૂમ કિશોરોનો ડૂબી જવાથી જીવ ગયો છે. મૃતક સુમિત સોલંકી તેની 5 બહેનો વચ્ચેનો એકનો એક ભાઈ હતો. બંને પરિવાર પર અણધારી આફત આવી પડતાં પરિવાર અને પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

મૃતક કિશોરો

સુમિત જગદીશભાઈ સોલંકી (12 વર્ષ)

નિખિલ હાજાભાઈ ટોરીયા (11 વર્ષ)

કેવી રીતે બની ઘટના?

પ્રાથમિક માહિતી મુજબ ભાણવડ નજીક આવેલા રાણા રોજીવડા ગામના બે કિશોરો શાળાએથી પરત ફરતા હતા. તે સમયે ગામના  'નેસડા તળાવ'માં ન્હાવા માટે પડ્યા હતા. પરંતુ પાણીનો ઉંડાઈમાં ગફલત ખાઈ જતાં બંને કિશોર સૂમસામ તળાવમાં ડૂબવા લાગ્યા હતા. વેરાન જગ્યા હોવાથી કોઈ તાત્કાલિક મદદની આશરો રહ્યો હતો. જેથી બંનેના કરૂણ મોત નિપજ્યાં હતા. 

5 બહેનોમાં એક નો એક ભાઈ

કિશોરો ઘરે ન આવતા વાલીઓ અને ગ્રામજનોએ શોધખોળ આદરી હતી. જ્યાં બહાર પડેલી શાળાની બેગને જોતાં કિશોરો આસપાસ હોવાનું માલૂમ પડ્યું હતું. બાદમાં જાણ થતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ કાંઠે પહોંચ્યા હતા. જે બાદ બંને કિશોરો મૃત હાલતમાં મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મૃતક સુમિત સોલંકી તેની 5 બહેનોમાં એક નો એક ભાઈ હતો, પરિવારે કિશોરની હાલત જોતાં જ પોક મૂકી હતી, પળવારમાં જ ગામનો માહોલ ગમગિની ભર્યો થઈ ગયો હતો. અનેક ગ્રામજનોની આંખમાં આસું આવી ગયા હતા.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો, 100થી વધુના ટોળા સામે ગુનો, 15ની ધરપકડ

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા હાલ બંને કિશોરોના મૃતદેહને ભાણવડ સિવિલ હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના વાલીઓ અને માતા-પિતા માટે ચેતવતી છે, બાળકો ક્યાં એકલા રમવા જાય છે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.