અનંત-રાધિકાના પ્રિ વેડિંગમાં રિહાનાનું ધમાકેદાર પર્ફોર્મન્સ, એરપોર્ટ પર પણ લોકો ફિદા થઈ ગયા

પોપ સ્ટાર રિહાનાએ ભારતમાં પહેલીવાર પરફોર્મ કર્યું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

બીજી માર્ચે રિહાના એરપોર્ટ પર પોલીસકર્મી, ફોટોગ્રાફર સહિત અનેકને ઉમળકાથી મળી

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
અનંત-રાધિકાના પ્રિ વેડિંગમાં રિહાનાનું ધમાકેદાર પર્ફોર્મન્સ, એરપોર્ટ પર પણ લોકો ફિદા થઈ ગયા 1 - image


Pop star Rihanna amazing performance at Jamngar: હાલમાં મુકેશ અંબાણીના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. દરેક વ્યક્તિ તેની દરેક વિગતો જાણવા ઉત્સુક છે. આખું બોલિવૂડ એક સાથે આવી ગયું છે તો લોકો તો ઉત્સુક હોય જ ને! પોપ સ્ટાર રિહાનાએ પણ ગઈકાલે આ ઇવેન્ટમાં પરફોર્મ કર્યું હતું. રિહાના એક પ્રાઈવેટ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે 12 કરોડ રૂપિયા (1.5 મિલિયન ડૉલર) થી લઈને 66 કરોડ રૂપિયા (આશરે 12 મિલિયન ડૉલર) જેટલી ફી વસૂલે છે. તેના પરથી એવો અંદાજ આવે છે કે અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે તેણે કરોડો રૂપિયા ચાર્જ કર્યા હશે. જામનગરમાં ખૂબ જ ધામધૂમથી આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં એક પોપ સ્ટારનું પરફોર્મન્સ પણ હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


લેડી પોલીસ સાથે પોઝ આપતા રિહાનાના થયા ખૂબ વખાણ

રિહાનાને અંબાણી પરિવારે ખાસ આમંત્રણ પર તેના ક્રૂ અને ઘણાં સામાન સાથે 29 ફેબ્રુઆરી ગુરુવારે જામનગર પહોંચી હતી. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 1 માર્ચે, રાત્રે કોકટેલ પાર્ટી દરમિયાન રિહાનાએ શાનદાર પરફોર્મન્સ આપ્યું અને બીજી માર્ચે, સવારે 6 વાગ્યાની આસપાસ, તે તેના દેશ જવા રવાના થઈ. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. ત્યાં તે લેડી પોલીસ સાથે પોઝ આપી રહી છે અને પેપ્સ સાથે પણ સારું વર્તન કરી રહી છે, જેના પછી તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.


રિહાનાના સામાનથી ખેંચાયું બધાનું ધ્યાન 

ભારતમાં રિહાનાનું આ પહેલું પર્ફોર્મન્સ હતું, જે તેણે અંબાણી પરિવારના ખાસ અવસર પર આપ્યું હતું. જ્યારે તે આવી હતી ત્યારે પણ તેના સામાનનો વીડિયો સામે આવ્યો હતો અને જ્યારે તે જવા લાગી ત્યારે તેનો વિશાળ સામાન કારમાં લોડ કરવામાં આવ્યો ન હતો પરંતુ તેને એક ટ્રકમાં એરપોર્ટ પર લઈ જવામાં આવ્યો હતો. તેનો સામાન જોઈને બધા દંગ રહી ગયા કારણ કે તે માત્ર બે દિવસ માટે જ એક મહિના સુધી ચાલે એટલો સમાન લઈને આવી હતી. 


રિહાનાએ પેપ્સ માટે આપ્યા પોઝ 

રિહાનાએ ફોટોગ્રાફરને કોઈ પણ જાતના નખરાં વિના પોઝ આપ્યા હતા. જ્યારે તેમને કોઈ ગુસ્સો કે નખરા દર્શાવ્યા વિના પેપ્સને સમય આપ્યો તે બદલ લોકોએ તેના વખાણ કર્યા. લોકોએ સોશિયલ મીડિયામાં તેના ખૂબ જ વખાણ કર્યા હતા. 


ક્રૂ સાથે રિહાનાનું પરફોર્મન્સ

રિહાનાના પરફોર્મન્સનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે તેના ક્રૂ સાથે પરફોર્મ કરતી જોવા મળી રહી છે. જેમાં આ પોપ સ્ટારે ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ડ્રેસ પહેર્યો હતો, જેથી લોકોનું કહેવું છે કે તેણે આપણી સંસ્કૃતિનું પણ સન્માન કર્યું છે. આથી લોકો તેના વખાણ કરી રહ્યા છે. 


અનંત-રાધિકાના પ્રિ વેડિંગમાં રિહાનાનું ધમાકેદાર પર્ફોર્મન્સ, એરપોર્ટ પર પણ લોકો ફિદા થઈ ગયા 2 - image


Google NewsGoogle News