Get The App

ગુજરાતમાં ફરી ભાજપ શહેર અને જિલ્લા સંગઠનનો મામલો ડખે ચડ્યો, હોદ્દેદારો માટે નવેસરથી નામો મંગાવાતા આશ્ચર્ય

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં ફરી ભાજપ શહેર અને જિલ્લા સંગઠનનો મામલો ડખે ચડ્યો, હોદ્દેદારો માટે નવેસરથી નામો મંગાવાતા આશ્ચર્ય 1 - image


Political News: ગુજરાત ભાજપ પ્રદેશ માળખામાં દિગ્ગજોને પડતાં મૂકાયાં જ્યારે નવોદિતોને સમાવાયા હતાં જે હજુ સુધી ચર્ચાનો વિષય બન્યો છે ત્યાં હવે ભાજપના શહેર-જીલ્લા સંગઠનનો મુદ્દો પણ ડખે ચડ્યો છે.  શહેર અને જીલ્લાના સંગઠન માટે નવેસરથી નામો મંગાવાતા આશ્ચર્ય સર્જાયુ છે. મામકાઓ (માનીતાઓ) ગોઠવાશે નહીં, જ્ઞાતિગત આધારે નિમણૂંક, કમલમથી આદેશ,ભલામણ કરશો નહીં

નવેસરથી નામો મંગાવતા મૂંઝવણ

ભાજપ પ્રદેશ માળખાની જાહેરાત અગાઉ શહેર અને જીલ્લા પ્રમુખોના નામોનુ એલાન થઇ ચૂક્યુ હતું. શહેર અને જીલ્લા સંગઠનમાં સ્થાન મેળવવા દાવેદારો ઉત્સુક બન્યાં છે. એટલુ જ નહી, રાજકીય લોબિંગ સુઘ્ધાં કરી ચૂક્યાં છે. હવે જ્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે શહેર અને જીલ્લાના સંગઠનનો મામલો હાથ પર લીધો છે . બે દિવસ પહેલાં જ શહેર અને જીલ્લા પ્રમુખોને કમલમ તેડાવી સંગઠનના હોદ્દેદારો માટે નવેસરથી નામો મંગાવ્યા હતાં જેના કારણે ભાજપના નેતા-કાર્યકરોમાં વિચારમાં મૂકાયા છે કેમ કે, હોદ્દેદારો માટે નામો મોકલી દેવાયાં હોવા છતાં ફરીથી નામો મંગાવી પસંદગી પ્રક્રિયા કરવા નક્કી કરાયુ છે.

આ પણ વાંચો: નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ

હોદ્દેદાર માટે કોઇ ભલામણ ન કરવા સૂચન

જગદીશ પંચાલે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, સંગઠનમાં હવે મામકાઓ નહી ગોઠવાય. પક્ષ માટે કામ કરનારાને તક અપાશે. સાથે સાથે જ્ઞાતિગત સમીકરણ આધારે હોદ્દેદારોની પસંદગી કરી શહેર અને જીલ્લાના સંગઠનમાં સ્થાન અપાશે. કમલમથી એવી સ્પષ્ટ સૂચના અપાઇ છેકે, હોદ્દેદાર માટે કોઇ ભલામણ કરવી નહી. આખરી નિર્ણય કમલમથી જ કરાશે. 12મી જાન્યુઆરી સુધીમાં શહેર અને જીલ્લા સંગઠનના હોદ્દેદારોની પંસદગી કરી લેવાશે. આ જોતાં કમૂરતા બાદ શહેર અને જીલ્લા સંગઠનના હોદ્દેદારોના નામની જાહેરાત થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.