Gandhinagar News: નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાત સરકાર દ્વારા વહીવટી ક્ષેત્રે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, 1996 બેચના 5 વરિષ્ઠ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે બઢતી આપવામાં આવી છે. આ સાથે IPSની બઢતી પણ કરવામાં આવી છે.
બઢતી મેળવનાર અધિકારીઓની યાદી અને તેમના વિભાગ
- મોના કે. ખંધાર (IAS): અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
- ડો. ટી. નટરાજન (IAS): નાણાં વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
- રાજીવ ટોપ્નો (IAS): આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
- મમતા વર્મા (IAS): ઉદ્યોગ અને ખાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
- મુકેશ કુમાર (IAS): શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) માં એડિશનલ ચીફ સેક્રેટરી બઢતી
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, આ અધિકારીઓને પે-મેટ્રિક્સના લેવલ 17 (રૂ. 2,25,000 ફિક્સ) મુજબ બઢતી આપવામાં આવી છે. જુઓ સત્તાવાર યાદી

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નવા વર્ષના પહેલા જ દિવસે પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, રાજ્યના 14 વરિષ્ઠ IPS અધિકારીઓને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) થી લઈને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) ગ્રેડ સુધીના પ્રમોશન આપવામાં આવ્યા છે.
મુખ્ય બઢતીની વિગતો:
1. DGP ગ્રેડમાં પ્રમોશન (પે લેવલ 16 - રૂ. 2,05,400-2,24,400):
- નરસિમ્હા એન. કોમર: વડોદરા શહેરના પોલીસ કમિશનરને DGP ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. તેમની પોસ્ટને પણ અપગ્રેડ કરવામાં આવી છે.
- ડો. પ્રફુલ્લ કુમાર રોશન: એડિશનલ DGP (આર્મડ યુનિટ્સ, રાજકોટ) ને હવે DGP (આર્મડ યુનિટ્સ) તરીકે બઢતી અપાઈ છે.
- ડો. એસ. પાંડિયા રાજકુમાર: એડિશનલ DGP (લો એન્ડ ઓર્ડર, ગાંધીનગર) ને DGP (લો એન્ડ ઓર્ડર) તરીકે પ્રમોશન મળ્યું છે.
2. IGP ગ્રેડમાં પ્રમોશન (પે લેવલ 14 - રૂ. 1,44,200-2,18,200):
- નીરજ કુમાર બડગુજર: અમદાવાદ શહેર (સેક્ટર-1) ના એડિશનલ પોલીસ કમિશનરને પ્રમોશન આપી સંયુક્ત પોલીસ કમિશનર (JCP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલા એમ.એસ. સારા રિઝવી, શોભા ભૂતડા અને પ્રદીપ શેજુળને પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યું છે.
3. DIG ગ્રેડમાં પ્રમોશન (પે લેવલ 13-A - રૂ. 1,31,100-2,16,600):
- ડો. સુધીરકુમાર જે. દેસાઈ: એસ.પી. (ઇન્ટેલિજન્સ, ગાંધીનગર) થી DIG (ઇન્ટેલિજન્સ) તરીકે બઢતી.
- શબલરામ મીણા: રાજ્યપાલશ્રીના ADC ને DIG ગ્રેડમાં બઢતી અપાઈ છે.
- ડો. કરણરાજ વાઘેલા: DCP (ઇકોનોમિક વિંગ, સુરત) ને એડિશનલ પોલીસ કમિશનર તરીકે પ્રમોશન મળ્યું છે.
- એસ.વી. પરમાર: કમાન્ડન્ટ (SRPF, મહેસાણા) ને DIG ગ્રેડમાં બઢતી.
- એ.એમ. મુનિયા: કમાન્ડન્ટ (SRPF, ગોધરા) ને DIG ગ્રેડમાં બઢતી.
પ્રોફોર્મા પ્રમોશન (ડેપ્યુટેશન પર રહેલા અધિકારીઓ):
કેન્દ્ર સરકાર અથવા અન્ય કેડરમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા અધિકારીઓ જેવા કે ડો. વિપુલ અગ્રવાલ (DDA, દિલ્હી) અને સૌરભ સિંહ (R&AW) ને પણ તેમના મૂળ કેડરમાં પ્રમોશનના આધારે પ્રોફોર્મા પ્રમોશનનો લાભ આપવામાં આવ્યો છે.



ગુજરાતના 28 IPS અધિકારીઓને 'જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ' માં બઢતી


ગુજરાત કેડરના IPS અધિકારીઓને 'સિલેક્શન ગ્રેડ'માં બઢતી



