Get The App

ગુજરાતનાં આ શહેરમાં યુવક-યુવતીને એક-બે કલાક માટે રૂમ ન આપવા હોટલ સંચાલકોને સૂચના

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતનાં આ શહેરમાં યુવક-યુવતીને એક-બે કલાક માટે રૂમ ન આપવા હોટલ સંચાલકોને સૂચના 1 - image


Police Rajkot: રાજકોટમાં કેટલીક હોટલોમાં યુગલોને એકાંત પુરૂ પાડવા માટે એક-બે કલાક માટે રૂમ ભાડે અપાય છે. ઘણાં કિસ્સાઓમાં મોહજાળમાં ફસાવાતી છાત્રાઓ અને તરૂણીઓના હોટલના રૂમમાં જ શારીરિક શોષણ કરવામાં આવતું હોવાનું બહાર આવે છે. શહેરમાં જ્યારે કોઈપણ યુવતી કે તરૂણી ઉપર દૂષ્કર્મની ફરિયાદો નોંધાય છે, ત્યારે હોટલોના નામે અચૂક ચમકે છે. શહેરની કેટલીક હોટલોમાં કૂટણખાના ચાલતા હોવાનાં કિસ્સા પણ તાજેતરમાં બહાર આવ્યા છે.

યુવતીઓના ચહેરા પરથી દુપટ્ટો હટાવી આધાર કાર્ડ સાથે મેચ કરાવવું જરૂરી

રાજકોટ શહેરની કેટલીક હોટલો એકાંત પુરૂ પાડવા માટે બદનામ થઈ ગઈ છે. કેટલીક હોટલના સંચાલકો અને માલીકો પોલીસના કોઈ પણ ડરવગર નીતિ-નિયમો નેવે મુકતા હોવાના કિસ્સા પણ બહાર આવે છે. જો કે, તેની પાછળ પોલીસની વહિવટની નીતિ મુખ્યત્ત્વે કારણભૂત છે. આ સ્થિતિમાં હોટલના સંચાલકો અને માલીકો ઉપર લગામ કસવા માટે ઝોન-2ના ડીસીપીએ એ-ડિવીઝન પોલીસ મથકમાં અવેરનેશ જેવા રૂપકડા નામ હેઠળ હોટલ સંચાલકો સાથે બેઠક યોજી હતી. જેમાં તેમને કેટલીક કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેનું કેટલું પાલન થાય છે તેનો આગામી દિવસોમાં ખ્યાલ આવશે.

હોટલ સંચાલકોને પોલીસે સૂચના આપી હતી કે, હોટલમાં આવતા શંકાસ્પદ માણસોની વ્યવસ્થિત પૂછપરછ કરી અને જરૂરી ડોક્યુમેન્ટસ ચકાસ્યા પછી જ રૂમ આપવો. સગીર વયની બાળાઓ અન્ય કોઈ પુખ્ત વયની યુવતીના આધારકાર્ડ સાથે આવી એન્ટ્રી મેળવતી હોવાનું જાણવા મળ્યું છે. જેને ધ્યાને લઈ સગીર વયની બાળાઓએ જો દુપટ્ટો પહેર્યો હોય તો તે છોડાવી આધાર કાર્ડ સાથે ચહેરો મેળવવો. એટલું જ નહીં સાથે કોઈ પુરૂષ હોય તો પોલીસને જાણ કરવી અને રૂમ આપવો નહીં. જેથી ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવી શકાય.

આ પણ વાંચો: ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો

રાજકોટના લોકલ યુવક-યુવતીઓ હોય તો તેમને પણ એક કે બે કલાક માટે રૂમ આપવાનું ટાળવું. રાજકોટનો લોકલ રહીશ જો એકલો રૂમ માંગે તો પણ આપવો નહીં. જેથી આપઘાત જેવા બનાવો અટકાવી શકાય. હોટલમાં રૂમ મેળવનાર તમામનું પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવું. હોટલમાં રાખેલા રજીસ્ટરમાં પણ તેની નોંધ કરવી. હોટલના પ્રિમાઈસીસમાં સીસીટીવી કેમેરા રાખવા સહિતની સૂચનાઓ પોલીસે આપી હતી.

Tags :