VIDEO: જામનગરના યુવકને ઓવરસ્પીડનો વટ પડ્યો ભારે, રીલ બનાવનારની સાયબર ક્રાઈમે કરી અટકાયત
Jamnagar News : સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે નબીરાઓ અવનવા સ્ટન્ટ કરતાં વીડિયો સામે આવતા હોય છે, ત્યારે જામનગરમાં ઓવર સ્પીડમાં સ્કોર્પિયો કાર ચલાવીને રીલ બનાવનારા યુવક સામે સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી છે. પોલીસે કાર કબજે લઈને યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઓવરસ્પીડમાં કાર ચલાવી રીલ બનાવનારની સાયબર ક્રાઈમે કરી અટકાયત
જામનગરના બેડીબંદર રોડ પર ગરીબ નગર વિસ્તારમાં રહેતા 19 વર્ષીય જાબીર મહેબુબભાઇ સાઇચા નામના યુવાને પોતાની સ્કોર્પિયો કાર ઓવર સ્પીડમાં ચલાવીને તેની વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ યુવકે ફેમસ થવા માટે વીડિયો તેના સોશિયલ મીડિયા માધ્યમ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
આ પણ વાંચો: આ કોઈ ફિલ્મી સીન નથી; અમદાવાદમાં કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી, ઘટના CCTVમાં થઈ કેદ
સમગ્ર ઘટના જામનગર સાયબર ક્રાઇમની નજરમાં આવતા કાર ચાલકને શોધી કાઢી ભારતીય ન્યાય સંહિતા, એમ.વી.એક્ટ હેઠળ સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. આ પછી કાર ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.