ગીર સોમનાથના મૂળ દ્વારકામાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન, દરગાહમાંથી હથિયારો મળી આવ્યા

Gir Somnath News : દિલ્હીમાં થોડા દિવસ પહેલા થયેલા ભયંકર બ્લાસ્ટ બાદ ગુજરાત સહિતના રાજ્યમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન ગીર સોમનાથના મૂળ દ્વારકા બંદર વિસ્તારમાં પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. કોમ્બિંગ દરમિયાન પોલીસને હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી હથિયારો મળી આવ્યા છે.
દરગાહમાંથી હથિયારો મળી આવ્યા
મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લાના મૂળ દ્વારકા બંદર વિસ્તારમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ DYSP, PI-PSI, SOG-LCB અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિત 120થી વધુ પોલીસકર્મીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારના ગામડાંઓમાં પોલીસ દ્વારા પૂછપરછ કરી રહી છે.
પોલીસના મેગા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી કુહાડી અને તલવાર જેવા હથિયારો મળી આવતા પોલીસતંત્ર દ્વારા દરગાહના મુંજાવરની તાત્કાલિક પૂછપરછ હાથ ધરી છે. પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

