Get The App

મોરબીમાં લગ્નના ત્રીજા દિવસે રૂ.2 લાખની ઠગાઈ કરી યુવતી ફરાર, લૂંટેરી પત્ની સહિત ચાર સામે ફરિયાદ

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
મોરબીમાં લગ્નના ત્રીજા દિવસે રૂ.2 લાખની ઠગાઈ કરી યુવતી ફરાર, લૂંટેરી પત્ની સહિત ચાર સામે ફરિયાદ 1 - image


Morbi News : ગુજરાતના મોરબીમાં ચોંકવાનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલાએ પોતાના સાથીઓ સાથે મળીને લગ્નનું નાટક રચ્યું અને લગ્નના ત્રણ દિવસ પછી યુવક સાથે રૂ.2 લાખની ઠગાઈ કરીને ફરાર થઈ ગઈ હતી. સમગ્ર ઘટના મામલે યુવકે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી લૂંટેરી પત્ની સહિત ચાર વ્યક્તિ વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. 

મળતી માહિતી મુજબ, મોરબીના માધાપર ગામના રહેવાસી કાનજી રામજીભાઈ નામના યુવકના લગ્નને મિનાક્ષી નામની યુવતી સાથે થયા હતા. જોકે, મિનાક્ષી લગ્નના ત્રણ બાદ સાસરીમાંથી ફરાર થઈ ગઈ હતી. 

આ પણ વાંચો: વંદે ભારત એક્સપ્રેસને વલસાડમાં વધારાનું સ્ટોપેજ અપાતા 5 સ્ટેશન પરના આ ટ્રેનના સમયમાં ફેરફાર

કાનજીના પરિવારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મિનાક્ષી લગ્ન પછી ત્રણ દિવસ ઘરે રહી હતી. જોકે, બહાર આંટો મારવા જવાનું કહીને રફુચક્કર થઈ ગઈ હતી. આ સાથે મિનાક્ષીએ કનુભાઈ, હરેશભાઈ અને પ્રવિણાબહેન સાથે મળીને 2 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે લૂંટેરી યુવતી અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Tags :