Get The App

વડોદરાઃ દારૂની વોચમાં પોલીસે બે પિસ્તોલ સાથે ત્રણ શખ્સો ઝડપ્યા

Updated: Dec 27th, 2021

GS TEAM

Google News
Google News
વડોદરાઃ દારૂની વોચમાં પોલીસે બે પિસ્તોલ સાથે ત્રણ શખ્સો ઝડપ્યા 1 - image


વડોદરા, તા. 27 ડિસેમ્બર

વડોદરા જિલ્લાના છોટાઉદેપુર વડોદરા રોડ ઉપર ડભોઇ વેગા ચોકડી પાસે બ્રિજના છેડે જિલ્લા પોલીસની શાખા ૩૧મી ડિસેમ્બરના અનુસંધાનમાં પેટ્રોલિંગ તેમજ વોચમાં હતી ત્યારે બાતમીના આધારે છોટાઉદેપુર તરફથી આવતા નિલેશ રમેશ રાઠવાને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની સાથે હાલ સિંધરોટમાં રહેતા મૂળ રાજસ્થાની સત્યનારાયણ મુલારામજી જાટ અને રાકેશ મગના રામ જાટને પણ ઝડપી પાડયા હતા. પોલીસે નિલેશ અને રાકેશ પાસેથી 2 માઉઝર 2 મોબાઇલ કબજે કર્યા હતા. કયા ઇરાદે માઉજર લઈને બંને ફરતા હતા અથવા કોને વેચાણ આપવાની હતી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :