Gujarat

જામનગરમાં 'દિવ્યેશ ડોન'ને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા, છૂટા હાથે બાઈક સ્ટંટનો વીડિયો થયો હતો વાઈરલ

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
જામનગરના નવા બંધાયેલા ફ્લાયઓવર બ્રિજ પર કેટલાક શખસો દ્વારા બાઈક સ્ટંટ કરીને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવે છે. આવો જ એક નવો 'દિવ્યેશ ડોન' પેદા થયો છે, પરંતુ જામનગરના પોલીસના નેત્રમ વિભાગની ટીમે જુદા-જુદા સીસીટીવી કેમેરાઓ તથા વાહનો માટેની એપ્લિકેશનના આધારે દિવ્યેશ ડોનને શોધીને કાયદાના પાઠ ભણાવ્યા છે. આરોપી સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી તેનું વાહન કબજે કર્યું છે. સાથો સાથ ભવિષ્યમાં ફરી આવા કોઈ સ્ટંટ નહીં કરે, તેવી પણ બાહેંધરી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં 'દિવ્યેશ ડોન'ને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા, છૂટા હાથે બાઈક સ્ટંટનો વીડિયો થયો હતો વાઈરલ

Jamnagar News : જામનગરના નવા બંધાયેલા ફ્લાયઓવર બ્રિજ પર કેટલાક શખસો દ્વારા બાઈક સ્ટંટ કરીને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવે છે. આવો જ એક નવો 'દિવ્યેશ ડોન' પેદા થયો છે, પરંતુ જામનગરના પોલીસના નેત્રમ વિભાગની ટીમે જુદા-જુદા સીસીટીવી કેમેરાઓ તથા વાહનો માટેની એપ્લિકેશનના આધારે દિવ્યેશ ડોનને શોધીને કાયદાના પાઠ ભણાવ્યા છે. આરોપી સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી તેનું વાહન કબજે કર્યું છે. સાથો સાથ ભવિષ્યમાં ફરી આવા કોઈ સ્ટંટ નહીં કરે, તેવી પણ બાહેંધરી લીધી છે.

જામનગરમાં ભયજનક ડ્રાઇવિંગ તથા બાઇક સ્ટંટ કરનાર સામે જામનગર પોલીસ વિભાગના નેત્રમ શિર્ષક હેઠળના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગની ટુકડી દ્વારા સોશિયલ મીડિયામાં તેમજ જુદા-જુદા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યા હતા. આ દરમિયાન 3 ડિસેમ્બર, 2025ના રોજ એક બાઇક સ્ટંટનો સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો વીડિયો ધ્યાને આવતાં પોલીસની ટીમે હ્યુમન સોર્સના આધારે તપાસ કરી હતી. જેમાં બાઈકની નંબર પ્લેટના આધારે સ્ટંટબાજની વિગત મેળવીને જામનગરના શંકર ટેકરી વિસ્તારનો રહેવાસી દિવ્યેશ શૈલેષભાઈ વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યો હતો. 

પોલીસે આરોપીની પૂછપરછ કરતાં, તેણે ગત 25 નવેમ્બર, 2025ના રોજ વીડિયો રિલ્સ બનાવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાઇક સ્ટંટ કરનાર દિવ્યેશ વાઘેલા વિરૂધ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ : ધોળકામાં લગ્ન સમારોહમાં ફૂડ પોઈઝનિંગ, 400 લોકોને હોસ્પિટલ ખસેડાયા

જામનગરના પોલીસની જાહેર જનતાને અપીલ

જામનગર જિલ્લા પોલીસે અપીલ કરી કે, જામનગર શહેરના તમામ જાહેર રસ્તાઓ ઉપર ઓવર સ્પિડિંગ કરતા, બાઇક સ્ટંટ કરતા તેમજ રફ ડ્રાઇવિંગ કરી ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો ઉપર સીસીટીવી કેમેરા મારફતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા નજર રાખવામાં આવે છે. જેથી તમામ વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે પોતાની સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાનલ કરવું.