Get The App

ભાભરમાં જીવલેણ મારામારીના કેસમાં 7 આરોપીની પોલીસે કરી ધરપકડ, 30 લોકોના ટોળા વિરૂદ્ધ રાયોટિંગનો ગુનો

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
ભાભરમાં જીવલેણ મારામારીના કેસમાં 7 આરોપીની પોલીસે કરી ધરપકડ, 30 લોકોના ટોળા વિરૂદ્ધ રાયોટિંગનો ગુનો 1 - image


Banaskantha Crime : ગુજરાતમાં અસામાજિક તત્ત્વોને ડામવા માટે છેલ્લાં ઘણાં સમયથી ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જોકે, હજુ સુધી આ અસમાજિક તત્ત્વો સુધરવાનું નામ લેવા તૈયાર નથી. બનાસકાંઠાના ભાભરમાં સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને રોડ પર જ એકબીજા પર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે 30 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં પોલીસે 7 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

7 આરોપીની ધરપકડ

બનાસકાંઠાના ભાભરમાં જાહેરમાં બે જૂથ વચ્ચે મારામારીના ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી હતી. સમગ્ર ઘટના મામલે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, આ કોઈ જાતિ વચ્ચેનો ઝઘડો નથી. ગાડીને સાઈડ આપવા બાબતે મારામારી થઈ હતી. આ હુમલામાં ખાડીશણ ગામના પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. પોલીસે 9 લોકો સામે નામજોગ તેમજ 30 લોકોના ટોળા સામે 307 અને રાયોટિંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી લીધી છે. 

આ પણ વાંચો: બનાસકાંઠામાં બે જૂથો વચ્ચે સામાન્ય વિવાદ બાદ મારામારીઃ 5 લોકો ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

શું હતી સમગ્ર ઘટના? 

બનાસકાંઠાના ભાભરમાં ભરબજારે બે અલગ-અલગ જૂથો વચ્ચે ગાડી સાઈડ કરવા જેવી સામાન્ય બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી હતી. રોડ ઉપર કોઈ સામાન્ય અદાવતમાં બે જૂથો વચ્ચે વિવાદ થયો અને બાદમાં આ યુવકો ધોકા અને લાકડી સહિતના હથિયારો લઈને રોડ પર જ એકબીજા પર જાહેરમાં હુમલો કરવા લાગ્યા હતા. આ ઘટનામાં 5 જેટલાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તને બનાસકાંઠાથી પાટણની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. 

Tags :