Get The App

બનાસકાંઠામાં બે જૂથો વચ્ચે સામાન્ય વિવાદ બાદ મારામારીઃ 5 લોકો ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
બનાસકાંઠામાં બે જૂથો વચ્ચે સામાન્ય વિવાદ બાદ   મારામારીઃ 5 લોકો ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર 1 - image


Banaskantha Crime: ગુજરાતમાં અસામાજિક તત્ત્વોને ડામવા માટે છેલ્લાં ઘણાં સમયથી ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જોકે, હજુ સુધી આ અસમાજિક તત્ત્વો સુધરવાનું નામ લેવા તૈયાર નથી. બનાસકાંઠાના ભાભરમાંથી ફરી એકવાર આવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને રોડ પર જ એકબીજા પર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ માતાજીના પલ્લી પ્રસંગે હાર ચડાવવાના મુદ્દે કુટુંબીઓ વચ્ચે ઝઘડો : સામ સામે ફરિયાદ

શું હતી સમગ્ર ઘટના? 

બનાસકાંઠાના ભાભરમાં ભરબજારે બે અલગ-અલગ જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી હતી. રોડ ઉપર કોઈ સામાન્ય અદાવતમાં બે જૂથો વચ્ચે વિવાદ થયો અને બાદમાં આ યુવકો હથિયારો લઈને રોડ પર જ એકબીજા પર જાહેરમાં હુમલો કરવા લાગ્યા હતાં. આ ઘટનામાં પાંચ જેટલાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં અને એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર જાણવા મળી રહી છે. હાલ આ એક દર્દીને બનાસકાંઠાથી પાટણની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.  

આ પણ વાંચોઃ પોરબંદરમાં કાંધલ જાડેજાના કાકીની ધરપકડ, પૈસાની લેતી-દેતી અને અપહરણ બાબતે નોંધાયો ગુનો

પોલીસે હાથ ધરી તપાસ

સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ ભાભર પોલીસે એક્શન લીધું હતું. ભાભર પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે ઈજાગ્રસ્તો તેમજ સ્થાનિકોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :