Get The App

9 લાખ રૂપિયામાં ઘરનું ઘર મેળવવાની તક: ગુજરાતના 13 શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
9 લાખ રૂપિયામાં ઘરનું ઘર મેળવવાની તક: ગુજરાતના 13 શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત 1 - image


PM Awas Yojana: આર્થિક રીતે નબળા પરિવારોને ઘરનું ઘર મળી તે માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા દેશમાં કરોડો લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન (GUDM)ની સફળતાના 20 વર્ષ પૂર્ણ થતા મહત્ત્વની જાહેરાત કરી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરી વિકાસ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હેઠળ રાજ્યના 13 શહેરોમાં 20 સ્થળોએ આવાસ મેળવવા અંગે જાહેરાત કરાઈ છે. 

આ શહેરોમાં મકાન ફાળવવામાં આવશે

પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા વડોદરા ગોરવા, ગોત્રી, અટલાદરા, પાદરા, ખેડાના મહેમદાવાદ, અમદાવાદના હાથીજણ અને ધોળકા, ભાવનગરના તરસમિયા, શાસ્ત્રીનગર, મહુવા, ભરૂચના અંકલેશ્વર, નવસારી, સુરતના છપરાભાઠા, કોસાડ, અમરોલી, સચિન-કનસાડ તેમજ રાજકોટના ઉપલેટા, જેતપુર અને અમરેલી જેવા સ્થળોએ વ્યાજબી દરે મકાન ફાળવવામાં આવશે.

આ પણ વાંચો: સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાયો, હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર

મકાનની વિશેષતા 

 •9 લાખ રૂપિયામાં 41.00 ચો.મીટર કાર્પેટ એરિયામાં 1.5 બેડરૂમ, હોલ અને કિચન આપવામાં આવશે.

• આ યોજના અંતર્ગત મકાન મેળવવા માંગતા અરજદારો ગુજરાત હાઉસિંગ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gujarathousingboard.gujarat.gov.in પર અરજી કરી શકશે. અહીં તમે જમણી સાઈડ પર લખેલ Download Brochure પર ક્લિક કરીને બ્રોશર મેળવી શકો છો. તેની નીચે Sogand Naamaa Download પર ક્લિક કરીને સોગંદનામું પણ મેળવી શકો છો.

• અરજી કરતી વખતે અરજદારોએ 7500 રૂપિયા ભરવા પડશે.

યોજનાની શરતો અને ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ્સની વિગતો

9 લાખ રૂપિયામાં ઘરનું ઘર મેળવવાની તક: ગુજરાતના 13 શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત 2 - image

9 લાખ રૂપિયામાં ઘરનું ઘર મેળવવાની તક: ગુજરાતના 13 શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત 3 - image

9 લાખ રૂપિયામાં ઘરનું ઘર મેળવવાની તક: ગુજરાતના 13 શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત 4 - image

9 લાખ રૂપિયામાં ઘરનું ઘર મેળવવાની તક: ગુજરાતના 13 શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત 5 - image

9 લાખ રૂપિયામાં ઘરનું ઘર મેળવવાની તક: ગુજરાતના 13 શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત 6 - image

9 લાખ રૂપિયામાં ઘરનું ઘર મેળવવાની તક: ગુજરાતના 13 શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત 7 - image

ફોર્મ ભરવા માટે જરૂરી સોગંદનામાનો નમૂનો

9 લાખ રૂપિયામાં ઘરનું ઘર મેળવવાની તક: ગુજરાતના 13 શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત 8 - image

9 લાખ રૂપિયામાં ઘરનું ઘર મેળવવાની તક: ગુજરાતના 13 શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત 9 - image

Tags :