Gujarat

સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાયો, હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર

By GS TEAM
30 Aug 20252 mins read
TukuTouch Logo
છેલ્લાં કેટલાક દિવસોથી ગુજરાતમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર છે. ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાયો, હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર

Sardar Sarovar Dam Level: છેલ્લાં કેટલાક દિવસોથી ગુજરાતમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર છે. ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે.

રાજ્યભરમાં મેઘમહેર

આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી પંચમહાલના હાલોલમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 6.34 ઇંચ નોંધાયો છે.

પાણીની આવક અને જાવક

છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 24 સે.મી.નો વધારો થયો છે. ડેમમાં હાલ 1,67,113 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે કેનાલમાં પાણીની જાવક 23501.00 ક્યુસેક નોંધાઈ છે. ડેમનું ગ્રોસ સ્ટોરેજ 8850.40 MCM છે.

નદીમાં પાણી છોડાશે

ડેમની સપાટી વધતા, તંત્ર દ્વારા 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. આ ઉપરાંત, RBPH અને CHPHમાંથી કેનાલમાં કુલ 2,24,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

ઍલર્ટ અને ચેતવણી

નદીમાં પાણી છોડવામાં આવતાં, નર્મદા નદી કાંઠાના ગ્રામજનોને ઍલર્ટ રહેવા માટે તંત્રએ સૂચના આપી છે. ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.