Get The App

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં દૂષિત પાણીને સમસ્યાથી લોકો હેરાન

Updated: May 13th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં દૂષિત પાણીને સમસ્યાથી લોકો હેરાન 1 - image


Vadodara : વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં દૂષિત પાણીના પ્રશ્નથી લોકો પરેશાન છે. પીવાનું પાણી ચોખ્ખું નહીં મળતું હોવાથી લોકો અવારનવાર કોર્પોરેશનના રજૂઆત કરવા આવે છે. સરસ્વતીનગરમાં છેલ્લા 15 દિવસથી પીવાનું ગંદુ પાણી આવતા લોકોમાં રોગ ચાળાનો ભય ફેલાયો છે. વર્ષો જૂની લાઈન હોવાથી તે જર્જરિત બનતા પાણી ગંદુ મળે છે. આ લાઈન બદલવા માટે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બીજી બાજુ ગટર લાઈનો  લીકેજ હોવાથી અને પાણીની લાઈન જર્જરિત હોવાથી બંને પાણી મિક્સ થઈને લોકોના ઘર સુધી પહોંચે છે. હજુ તાજેતરમાં મુખ્યમંત્રી વડોદરા આવ્યા ત્યારે તેમની સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે શહેરના ચારેય ઝોનમાં સોસાયટી વિસ્તારોમાં ગંદુ પાણી મળે છે, આ સમસ્યા હલ કરવાની જરૂર છે.

Tags :