Get The App

'હું વાતો કરવાવાળો નથી, અડધી રાતનો હોંકારો છું', ભાવનગરમાં કાર્યક્રમમાં પરસોત્તમ સોલંકીનો હુંકાર

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
'હું વાતો કરવાવાળો નથી, અડધી રાતનો હોંકારો છું', ભાવનગરમાં કાર્યક્રમમાં પરસોત્તમ સોલંકીનો હુંકાર 1 - image


Bhavnagar News : ભાવનગરના અટલ ઓડીટીરીયમ સરદારનગર ખાતે આયોજિત દિવ્યસેતુ પરીસંવાદ-સેમિનારમાં કોળી સમાજના સર્વાંગી વિકાસ જેવા વિવિધ મુદ્દાઓ વિષે સાર્થક ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી સહિતના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ હુંકાર કરીને કહ્યું હતું કે, 'હું વાતો કરવાવાળો નથી, અડધી રાતનો હોંકારો છું.'

MLA પરસોત્તમ સોલંકીએ કહ્યું કે, 'બધાને એમ થતું હશે કે પરસોત્તમભાઈ કેમ આવતા નથી, પરંતુ છેલ્લા બે મહિનાથી મારી તબિયત બહુ ખરાબ છે. પણ તમારા અડધી રાતનો હોંકારો એટલે આ પરસોત્તમ સોલંકી. ભલે હુ બીમાર હોય કે ગમે તે હોય તમને કાંઈ પણ તકલીફ પડે તો હું તમારા માટે જ છું.'

આ પણ વાંચો: ચૈતર વસાવાની જામીન અરજી આજે દાખલ ન થઈ શકી, કેસના કાગળો સમયસર જિલ્લા કોર્ટમાં ન પહોંચ્યા

વધુમાં તેમણે જણાવ્યું કે, 'તમને લાગે હું નકરી વાતો કરું છું, પણ એમાનુ એવુ કાંઈ નથી. તમને બધાને ખબર છે કે, મને રાજકારણ આવડતું નથી અને હું કરતો પણ નથી. કુદરતે આપ્યું છે.  30 વર્ષથી ભાવનગરમાં ઉમેદવારી કરું તો આપણો સમાજ મને કોળીના દીકરા તરીકે એ લોકોએ કોઈ રાજકારણ કે એવુ કાંઈ જોયું નથી. આપણા સમાજને મે ક્યારેય દુઃખી થવા નથી દીધા અને કોઈ આવશે તો હું એને કરવા પણ નહી દઉં. તમે એ બધી ચિંતા છોડી દેજો.'

Tags :