Panchmahal News : ગુજરાતમાં ડ્રગ્સ અને ગાંજો ઝડપાતો હોવાના કિસ્સા સામે આવતી હોય છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા, મોરવા હડફ સહિતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ 40 જેટલાં ગુના નોંધાયા હતા. જેમાં SOGની ટીમે કુલ 35.26 લાખની કિંમતનો 515 કિલોગ્રામ નાર્કોટિક્સનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પંચમહાલ પોલીસ દ્વારા ઝડપાયેલો તમામ નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લાના શહેરા, મોરવા હડફ સહિતના અલગ-અલગ પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગાંજો, પોશ ડોડા, નશીલી કોડિન સિરપની બોટલો અને અફિણના છોડવા સહિતનો 515.543 કિ.ગ્રા. નાર્કોટિક્સનો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. જેને લઈને કુલ 40 કેસમાં પકડાયેલા નાર્કોટિક્સના મુદ્દામાલનો નાશ કરવા પોલીસ અધિકારીએ સૂચના આપી હતી.
આ પણ વાંચો: પંચમહાલ : ગોધરામાં પરીક્ષા આપીને નદીએ નહાવા ગયેલા સાત વિદ્યાર્થી ડૂબ્યા, બેના મોત
આ પછી પંચમહાલ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટિ દ્વારા મુદ્દામાલનો નાશ કરવા માટે આયોજન કરીને ભરૂચ જિલ્લાના દહેજ ખાતે સ્થિત બેઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ફેક્ટરી ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીની હાજરીમાં ડ્ર્ગ્સ ડિસ્પોઝલ કરવામાં આવ્યું હતું.



