પંચમહાલના પાનમ ડેમમાં પાણીની 90% આવકઃ નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ
Panchmahal Panam Dam: ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. એવામાં પંચમહાલના પાનમ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. જોકે, આ હાલ, પાણીની આવકના કારણે પાનમ ડેમ હાઇ એલર્ટ મોડ પર છે.
આ પણ વાંચોઃ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 250 કિલો હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર
પાનમ ડેમમાં પાણીની આવક
રાજ્યભરમાં ભારે વરસાદથી પંચમહાલના પાનમ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. પાનમ ડેમમાં 4050 પાણીની આવક થઈ છે. પાનમ ડેમની જળ સપાટી હાલ 126.60 મીટર પહોંચી છે. જ્યારે પાનમ ડેમનું રૂલ લેવલ 127.5 મીટર છે. 90.45 હાલ પાનમ ડેમ ભરાતા પાનમ ડેમને હાઇ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ સેવન્થ ડે સ્કૂલના બાળકોએ અન્ય સ્કૂલોમાં એડમિશન માટે પૂછપરછ શરૂ કર્યાની ચર્ચા
નદી કાંઠાના ગામોને સાવચેત કરાયા
નોંધનીય છે કે, પાનમ વિભાગ દ્વારા ડેમમાંથી પાણી છોડવામાં આવતુ હોવાથી નદી કાંઠાના વિસ્તારના ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. આ સિવાય કોઈને નદી કાંઠે ન આવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જ્યાં સુધી આગળ કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી નદીથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.