પંચમહાલ: ગોધરા-દાહોદ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવકના કરુણ મોત
Road Accident in Godhra: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હિટ એન્ડ રન અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સહિતના અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. ત્યારે આજે વહેલી સવારે પંચમહાલના ગોધરમાં કાર અને મોપેડ વચ્ચે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. મોપેડ લઇને નોકરી જઇ રહેલા બે યુવકોને કાર ચાલકે અડફેટે લેતાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરામાં દાહોડ રોડ પર સ્વામિનારયણ મંદિર નજીક કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ પર સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ યુવકો ખાનગી કંપનીના ઓટોમોબાઇલ શોરૂમમાં કામ કરતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોનું ટોળી દોડી આવ્યું હતું.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash LIVE : વિમાનના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યો, 17 એજન્સી કરી રહી છે તપાસ
આ દરમિયાન ટોળામાંથી જાગૃત નાગરિકે પોલીસને અકસ્માતની જાણ કરી હતી. અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્ળે પહોંચી ગઇ હતી અને બંને મૃતકોના મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં એક યુવાન ગોધરા અને એક યુવાન મોરવા હડફ તાલુકાના કુવાજર ગામનો હોવાનું સામે આવ્યું છે. હાલમાં મૃતકોના પરિવારજનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ આવી રહ્યો છે.