Get The App

કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોર ઝડપાયો, બોટમાંથી માછીમારીની સામગ્રી મળી

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોર ઝડપાયો, બોટમાંથી માછીમારીની સામગ્રી મળી 1 - image


Kutch News: કચ્છના લખપત તાલુકાના દરિયાઇ વિસ્તારમાં માછીમારી કરતાં ભારતીય જળ સીમામાં ઘૂસી આવેલા પાકિસ્તાની કિશોરને બોટ સાથે બીએસએફની ટીમે લખપતવાળી ક્રિકમાંથી ઝડપી પાડ્યો હતો.

પાકિસ્તાની કિશોરની બીએસએફે સઘન પૂછપરછ હાથ ધરી

પ્રાપ્ત વિગતો મુજબ બીએસએફની 176 બટાલીયને રવિવારે (13મી જુલાઈ) સાંજે પેટ્રોલિંગ દરમિયાન લખપતવાળી ક્રિકમાંથી રસુલ બક્સ નામના કિશોરને બોટ સાથે ઝડપી પાડ્યો હતો. આ પાકિસ્તાની કિશોર પાસેથી એક બોટ અને માછીમારીના સાધનો તેમજ રાશન સહિતનો મુદમાલ કબજે કરીને બીએસએફની ટીમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

આ પણ વાંચો: નકલી વિઝા પર લક્ઝમબર્ગ જતાં ગુજરાતના સાત મુસાફરો દુબઈથી ડિપોર્ટ, મુંબઈમાં લેન્ડ થતાં ધરપકડ

પકડાયેલા પાકિસ્તાની ઘુસણખોર સાથે અન્ય કેટલા લોકો હતા કે, કેમ તે હજુ જાણી શકાયુ નથી.  હાલ બીએસએફ  દ્વારા પકડાયેલા ઘૂસણખોરને સાથે રાખીને સ્થળ પર રિકન્ટ્રક્શન સહિતની કાર્યવાહી કરવામાં આવતી હતી. આ પકડાયેલા પાકિસ્તાની કિશોર સાથે અન્ય કેટલા હતા. તે બાબતે બીએસએફ ટુકડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Tags :