Get The App

VIDEO : પદ્મ એવોર્ડ સમારંભમાં PM મોદીએ જુનાગઢના પદ્મ શ્રી હીરબાઈને ઝૂકીને પ્રણામ કર્યાં

Updated: Mar 22nd, 2023

GS TEAM

Google News
Google News
VIDEO : પદ્મ એવોર્ડ સમારંભમાં PM મોદીએ જુનાગઢના પદ્મ શ્રી હીરબાઈને ઝૂકીને પ્રણામ કર્યાં 1 - image

નવી દિલ્હી, તા.22 માર્ચ-2023, બુધવાર

આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહમાં વર્ષ-2023 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરાયા. આ પદ્મ પુરસ્કારોમાંથી 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. એવોર્ડ મેળવનારાઓમાં 19 મહિલાઓ પણ સામેલ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્વારા જુનાગઢના હીરાબાઈને પણ પદ્મ શ્રી એનાયત કરાયો છે. જ્યારે ગુજરાતના સિદી સમાજના આદિવાસી નેતા હીરબાઈ લોદી પદ્મ શ્રી માટે ઉભા થયા ત્યારે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝુકીને પ્રણામ કર્યા હતા. હીરબાઈ લોદી સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે. ગણતંત્ર દિવસ પહેલાં 25 જાન્યુઆરી 2023ના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. 

એવોર્ડ લેવા જતી વખતે એક અનોખો નજારો 

આ દરમિયાન હીરબાઈ ઈબ્રાઈમ લોદી પદ્મ શ્રી એવોર્ડ લેવા માટે આગળ વધ્યાં હતા. જોકે તે પહેલા તેમણે જ્યાં PM મોદી બેઠા હતા ત્યાં આવીને ઉભા રહ્યા હતા અને તેમની સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીની બાજુમાં લોકસભા અધ્યક્ષ ઓમ બીરલા, અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બેઠા હતા. હીરબાઈએ PM મોદી સાથે ચર્ચા કરી ત્યાર બાદ સૌકોઈએ હીરબાઈને તાળીઓ સાથે વધાવ્યા હતા.

હીરબાઈ લોદી કોણ છે ?

ગુજરાતના સિદી સમાજના આદિવાસી નેતા હીરબાઈ લોદી સિદી કોમનાં છે. તેમના કોમમાં સંખ્યાબંધ અભણ મહિલાઓને તેમણે પગભર બનાવી છે. તેમણે તેમનું જીવન આદિવાસી મહિલાઓના ઉત્થાન તેમજ પગભર કરવા માટે સમર્પિત કર્યું છે. 

Padma Award 2023 : રાષ્ટ્રપતિના હસ્તે કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ એનાયત, રાકેશ ઝુનઝુનવાલા મરણોપરાંત પદ્મશ્રીથી સન્માનિત, વધુ વિગત જાણવા અહીં ક્લિક કરો

Tags :