Get The App

Padma Award 2023 : રાષ્ટ્રપતિના હસ્તે કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ એનાયત, રાકેશ ઝુનઝુનવાલા મરણોપરાંત પદ્મશ્રીથી સન્માનિત

એર ઈન્ડિયા કનિષ્ક પ્લેન બોમ્બ બ્લાસ્ટમાં પરિવાર ગુમાવ્યા બાદ ગરીબોની સેવા કરનાર સંકુરાત્રી ચંદ્રશેખરને પદ્મશ્રી એનાયત

પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ.કૃષ્ણા, પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુર અને જાણીતા ભાષાશાસ્ત્રના પ્રોફેસર કપિલ કપૂરને પદ્મ ભૂષણ

Updated: Mar 22nd, 2023

GS TEAM

Google News
Google News
Padma Award 2023 : રાષ્ટ્રપતિના હસ્તે કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ એનાયત, રાકેશ ઝુનઝુનવાલા મરણોપરાંત પદ્મશ્રીથી સન્માનિત 1 - image

નવી દિલ્હી, તા.22 માર્ચ-2023, બુધવાર

આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહમાં વર્ષ-2023 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરાયા. આ પદ્મ પુરસ્કારોમાંથી 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. એવોર્ડ મેળવનારાઓમાં 19 મહિલાઓ પણ સામેલ છે. રાષ્ટ્રપતિએ સૌપ્રથમ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું સન્માન કર્યું હતું, તેમની પુત્રીને આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ ભૂષણ એનાયત કરાયું હતું.

આ મહાનુભાવોને અપાયા એવોર્ડ

  • પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ.કૃષ્ણાને પદ્મ વિભૂષણ
  • પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરને પદ્મ ભૂષણ
  • જાણીતા ભાષાશાસ્ત્રના પ્રોફેસર કપિલ કપૂરને પદ્મ ભૂષણ
  • ભારતમાં આધુનિક આર્કિટેક્ચરના પ્રણેતા બાલકૃષ્ણ દોશીને (મરણોત્તર) પદ્મ વિભૂષણ
  • ચોખાની 50 થી વધુ સ્વદેશી જાતોનું સંરક્ષણ કરનાર ચોખાની ખેતી કરનાર વાયનાડના કુરચિયા આદિવાસી ખેડૂત રમણ ચેરુવયલ પદ્મશ્રીથી સન્માનિત
  • એર ઈન્ડિયા કનિષ્ક પ્લેન બોમ્બ બ્લાસ્ટમાં પરિવારને ગુમાવ્યા બાદ ગરીબોની સેવા કરવા હેતુ સમર્પિત કાર્યકર્તા સંકુરાત્રી ચંદ્રશેખરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત

  • પ્રખ્યાત પડંવાની લોકગાયિકા ઉષા બારલેને પદ્મશ્રી
  • ચુનારા સમુદાયની સાતમી પેઢીના કમલકારી કલાકાર ભાનુભાઈ ચુનીલાલ ચિતારા, જેમણે માતાની પછેડી પેઈન્ટિંગની 400 વર્ષ જૂની કલાને જીવંત રાખી છે, તેમને પદ્મશ્રી એનાયત
  • ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરાના ભૂતપૂર્વ પ્રમુખ નરેન્દ્ર ચંદ્ર દેબબર્માને (મરણોત્તર) પદ્મશ્રી

  • રોકાણકાર અને અકાસા એરના સ્થાપક સ્વ. રાકેશ ઝુનઝુનવાલાને મરણોત્તર પદ્મશ્રી, તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાને એવોર્ડ અપાયો
  • જમાતિયા સમુદાયના સંરક્ષણ અને ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બિક્રમ બહાદુર જમાતિયાને પદ્મશ્રી
  • પંજાબી અને હિન્દી સાહિત્યના જાણીતા વિદ્વાન રતન સિંહ જગ્ગીને પદ્મશ્રી
  • વિચરતી સમુદાયોના કલ્યાણમાં યોગદાન આપનાર સામાજિક કાર્યકર ભીખુ રામજી ઇદાતેને પદ્મશ્રી
  • બ્રાસ નક્શી કામના માસ્ટર કારીગર દિલશાદ હુસૈનને પદ્મશ્રી
  • એશિયામાં નીલી ક્રાંતિના વાસ્તુકારોમાંથી એક જાણીતા એક્વાકલ્ચરિસ્ટ મોદાદુગુ વિજય ગુપ્તાને પદ્મશ્રી
  • આસામની વર્ષો જૂની પરંપરાગત માસ્ક બનાવવાની સંસ્કૃતિને જાળવનાર માસ્ક નિર્માતા હેમચંદ્ર ગોસ્વામીને પદ્મશ્રી
  • સાપ પકડવામાં નિષ્ણાત ગણાતા વડીવેલ ગોપાલ અને માસી સડયનને પદ્મશ્રી
Tags :