પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ અને હડફ ડેમ છલકાયાં, ડેમના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ
Panchmahal News: પંચમહાલ જિલ્લામાં સતત વરસાદને કારણે મોટાભાગના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ અને હડફ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે બંને ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. આ બંને ડેમના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે.
પંચમહાલ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી પાનમ ડેમ અને હડફ ડેમમાં પાણીની આવક વધી રહી છે, જેના કારણે બંને ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પાનમ ડેમ અને હડફ ડેમની આસપાસ પણ સૌદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું હતું. પ્રવાસીઓ પણ ડેમ અને પ્રાકૃતિક સૌદર્યનો નજારો જોવા ઉમટી પડ્યા હતા. પાનમ ડેમ મહિસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર અને પંચમહાલના શહેરા તાલુકાની ત્રિભેટે આવેલો છે. હડફ મોરવા તાલુકામા આવેલા હડફ ડેમમાં ઉપરવાસમા પડેલા વરસાદને કારણે પાનમ ડેમ અને હડફ ડેમ સંપૂર્ણ છલોછલ ભરાયો હતો. બંને ડેમનો આકાશી નજારો ડ્રોનમા કેદ થયો છે.