કચ્છ જિલ્લામાં સૂર્ય નારાયણ દ્વારા લોકોની અગ્નિપરીક્ષા, કંડલા એરપોર્ટ ૪૪.ર ડિગ્રી
- આકરી ગરમી સામે પંખા, વોટર કુલર અને એસી બે અસર
- ભુજ ૪ર.૯, કંડલા પોર્ટમાં ૪૦.પ અને નલિયા ૪૦ ડિગ્રી
ભુજ,ગુરૃવાર
કચ્છમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. ચારે માથકોનો તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો હતો. કંડલા(એરપોર્ટ) કેન્દ્રમાં મહત્તમ તાપમાન ૪૪.ર ડિગ્રી નોંધાતા રાજ્યનું ત્રીજા નંબરનું સૌથી ગરમ માથક બન્યું હતું. ભુજમાં તાપમાનનો પારો ૪ર.૯, કંડલા પાર્ટમાં ૪૦.પ અને નલિયામાં ૪૦.ર ડિગ્રી સે.ના આંકે સિૃથર રહ્યો હતો. સૂર્યના સામ્રાજ્ય લોકોની અગ્નિ પરીક્ષા કરી હતી.
સવારાથી સૂર્યનો આકરો તાપ અનુભવાયો હતો. બપોરે લૂ વર્ષાથી લોકો અકળાયા હતા. મધ્યાહને ભુજ શહેરના મુખ્ય માર્ગો પર ચહલપહલ ઓછી જોવા મળી હતી. રસ્તા સુમસામ ભાસતા હતા. બપોરના સમયે પંખો, વોટર કુલર અને એસીનો ભરપુર ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં બેઅસર સાબિત થયો હતો. કંડલા (એ)માં તાપમાનનો પારો દોઢ ડિગ્રી જેટલો વાધીને ૪૪.ર ડિગ્રી નોંધાયો હતો. ગાંધીધામ, આદિપુર, અંજારમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થયા હતા. ભુજમાં એક ડિગ્રી જેટલા ઘટાડા સાથે ૪ર.૯ ડિગ્રી નોંધાયું હતું તેમ છતાં આકરા તાપમાંથી કોઈ રાહત વર્તાઈ નહોતી. કંડલા પોર્ટમાં ૪૦.પ ડિગ્રી અને નલિયામાં ૪૦ ડિગ્રી સે નોંધાયું હતું.