કેમિકલની
ચોરી, બાયોડીઝલ,
દારૃનું કટિંગ બંધ કરવા સૂચના
200થી
વધુ હોટલ માલિકો-સંચાલકોને એલસીબી કચેરી બોલાવી જિલ્લા પોલીસ વડાએ ખખડાવ્યા
સુરેન્દ્રનગર
- સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ
નેશનલ હાઈવે પર આવેલ હોટલોમાં ગેરકાયદેસર તેમજ અસામાજીક પ્રવૃતિઓ વધી હોવાની ફરિયાદોને
ધ્યાને લઈ લીંબડી પોલીસ ડિવિઝન હેઠળ હાઈવે પર આવેલ તમામ હોટલના માલિકો અને સંચાલકો
સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લામાંથી
પસાર થતા નેશનલ હાઈવે જેમાં લીંબડી-ચોટીલા નેશનલ હાઈવે પર આવેલી હોટલોમાં
વાહનોમાંથી કિંમતી કેમિકલ અને પેટ્રોલ-ડીઝલની ચોરી, બાયોડિઝલનું વેચાણ, ઇંગ્લિશ
દારૃનું કટિંગ અને હેરાફેરી સહિતની અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી હોવાની ફરિયાદો
ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ લીંબડી પોલીસ
મથકની મુલાકાત લીધી હતી અને હાઈવે પર ચોટીલા, નાની મોલડી,
સાયલા, લીંબડી, પાણશીણા
પોલીસ મથકની હદમાં આવેલી અંદાજે ૨૦૦થી વધુ હોટલના માલિકો અને સંચાલકોને
સુરેન્દ્રનગર એલસીબી કચેરીમાં બોલાવવામાં આવ્યા હતા અને પોલીસ અધિકારીઓ દ્વારા કડક
સુચનાઓ આપી ફરજિયાત સીસીટીવી કેમેરાના કાયદાનું પાલન કરવા અને હોટલમાં જો કોઈપણ
પ્રકારની અસામાજીક પ્રવૃતિઓ ચાલી રહી હોય તો તે તાત્કાલિક બંધ કરી દેવાની પણ તાકીદ
કરી હતી અને તેમ છતાંય કોઈપણ હોટલમાં અસામાજીક પ્રવૃતિઓ ઝડપાશે તો હોટલના માલિક
સહિત સંચાલક સામે કડક અને કાર્યવાહી કરવાની પણ તાકીદ કરી હતી.


