For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

OPS: સમાધાન બાદ સરકારની યોજનાને લોલીપોપ ગણાવી સરકારીકર્મીઓનું આંદોલન

Updated: Sep 17th, 2022

Article Content Image

- માસ સીએલ પર ઉતરેલા હજારો કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મામલે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે રેલી યોજી

ગાંધીનગર, તા. 17 સપ્ટેમ્બર 2022, શનિવાર

ગુજરાત સરકારે શુક્રવારના રોજ આંદોલન પર ઉતરેલા સરકારી કર્મચારીઓની કેટલીક માગણીઓ સ્વીકારી હતી અને રાજ્યના 9 લાખ સરકારી કર્મચારીઓને લાભ થાય તેવા નિર્ણયો જાહેર કર્યા હતા. આમ સરકાર અને આંદોલનકારી સરકારી કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ આજે ફરી એક વખત સરકારી કર્મચારીઓના સરકાર સાથેના સમાધાનમાં ભંગાણ જોવા મળ્યું છે. માસ સીએલ પર ઉતરેલા હજારો કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મામલે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે રેલી યોજી છે. 

ગઈકાલે જ થયું હતું સમાધાન

રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકારી કર્મચારીઓની 15 માગણીઓ અંગે લેવાયેલા નિર્ણયની વિગતવાર માહિતી આપી હતી. તેમાં જૂની પેન્શન યોજનાને લગતી અમુક માગણીઓ પણ સ્વીકારવામાં આવી હતી. 

વધુ વાંચોઃ રાજ્ય સરકારનું 9 લાખ કર્મચારીઓ સાથે સમાધાન 

ગત રોજ જીતુ વાઘાણીએ સરકાર જૂની પેન્શન યોજનાનો આંશિક અમલ કરશે અને સાતમા પગાર પંચના બાકી ભથ્થા પણ ચુકવશે તેવી ખાતરી આપી હતી.  

જાણો શુક્રવારે શું સમાધાન થયું હતું તે વિશે

  • મેડીકલ ભથ્થું રૂ. 300ના બદલે સાતમા પગારપંચ મુજબ રૂ. 1,000 કરવામાં આવશે
  • મૃતક કર્મચારીઓના પરિવારને મળતી સહાય 8 લાખથી વધારીને 14 લાખ કરાશે
  • પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં 60%એ મુક્તિ દૂર કરી 50%એ પાસના બદલે 40% અને પરીક્ષામાં 5 વિષયના બદલે 3 વિષય રાખવામાં આવશે. 
  • કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદ્દતમાં ઘટાડો કરવો
  • વ્યાજ દરમાં ઘટાડા સાથે 15 વર્ષના 180 હપ્તાના બદલે 13 વર્ષના 156 હપ્તા કરવામાં આવ્યા 
  • ચાલુ ફરજમાં અવસાનના કિસ્સામાં અપાતી ઉચક નાણાકીય સહાયની રકમમાં વધારો. પહેલા 8 લાખ સહાય મળતી તેમાં વધારો કરીને 14 લાખ આપવાનું નક્કી કરાયેલું. 45 વર્ષની મર્યાદા બાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા. 

આ ઉપરાંત રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને 4,200 ગ્રેડ પે આપવામાં આવશે. તા. 27 એપ્રિલ 2011 પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિ સાથે પૂરા પગારમાં સમાવવામાં આવશે.

રાજ્ય સરકારે મહિલા કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જે અંતર્ગત મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ 180 દિવસ એટલે કે છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે.



Gujarat