સિવિલ હોસ્પિટલમાં વધુ એક ઓકિસજન લિકિવડ ટેન્ક મુકાઇ
17000 લિટરની ઓકિસજન ટેન્કથી મોટી રાહત થશે
સુરતતા.24.જુલાઇ.2020.શુક્રવાર
સુરતમાં કોરોના ગંભીર સ્વરૃપ ધારણ કરી રહ્યો છે. અને શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા દર્દીઓની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો છે. ત્યારે નવી સિવિલમાં કેમ્પસમાં કોરોના સંક્રમિત દરેક દર્દીઓને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે તે માટે ઇન્સ્ટોલ કરવામાં આવેલી 13000 કોલોલિટર બાદ કોવિડ હોસ્પિટલ પાસે 17000 કોલો લિટરની લિક્વિડ ઓકસીજન ટેન્ક ઇનસ્ટોલ કરવામાં આવી છે.
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં આજે કોરોના સંક્રમિત ૪૭૬ દર્દી ઓકસીજન પર છે. કોરોના સંક્રમિત દર્દીઓને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા પુરતી વ્યવસ્થાઆ કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ નર્સિગ કોલેજ પાસે ૧૩,૦૦૦ કોલો લિટરની ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા ઊભી કરાઇ છે. ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોરોના સંક્રમિત દર્દીઓના બેડ સુધી ઓકિસજન મળી રહે તે માટે નવી સ્ટેમસેલ બિલ્ડીંગ એટલે કોવિડ હોસ્પિટલ પાસે ે બીજી ૧૭૦૦૦ લિટર લિકિવડ ઓકિસજન ટેન્કની ક્ષમતા ધરાવતી આધુનિક ઓકિસજન ટેંક ઉભી કરવામાં આવી છે. ૧૭૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતી આ ઓકિસજન ટેન્કથી કોવિડ વોર્ડના દર્દીઓને ઓકિસજનની સુવિધામાં વધારો થશે. આ ટેન્ક આગામી બે-ત્રણ દિવસમાં કાર્યરત થઈ જશે.
.
.-