રાણપુર પંથકના ખસ ગામ નજીક અકસ્માતમાં એકનું મોત, એકને ઈજા

રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
બન્ને યુવકો ઘરે કોઈને કહ્યાં વિના નવું બાઈક લઈને નિકળ્યા ત્યારે મીલેટ્રી રોડ પર અકસ્માત સર્જાયો
ભાવનગર: બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામ નજીક મીલેટ્રી રોડ પર પુલ પાસે ત્રણ દિવસ પૂર્વે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે જ્યારે અન્ય એકને ઈજા પહોંચી છે. બનાવ અંગે રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ધંધુકા તાલુકાના વાસણા ગામે રહેતા ખુશાલભાઈ બીજલભાઈ સોનારાએ રાણપુર પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પુત્ર જતીન અને તેમના સાળાનો પુત્ર મહેન્દ્ર કોઈને જાણ કર્યાં વિના તેમના સાઢુભાઈના દિકરાનું બે ચાર દિવસ પહેલા નવુ ખરીદેલું બાઈક લઈને નિકળ્યા હતા અને મીલેટ્રી રોડ કષ્ટભંજન હોટલથી થોડે આગળ પુલ પાલે રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જી તેમના પુત્ર જતીનનું માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. જ્યારે તેમના સાળાના દિકરા મહેન્દ્રને નાની મોટી ઈજા પહોંચાડી નાસી છૂટયો હતો. બનાવ અંગે રાણપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

