વડોદરા કોર્પોરેશન માં વાહન ભાડે લેવા પાછળ રૂ. એક કરોડનો ખર્ચ

વડોદરા, તા. 04
અપૂરતા વાહનોના પગલે સરકારી કામો માટે વડોદરા કોર્પોરેશન ભાડેથી વાહનો મેળવે છે. જુના કોન્ટ્રાક્ટ ની સમય મર્યાદા પૂર્ણ થતા પાલિકા હવે 40 લાખના ખર્ચે વાહનો મેળવશે. જે અંગેની મંજૂરી માટેનું કામ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે.
વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલપુલ ખાતેથી વિવિધ ખાતાઓમાં જુદા જુદા વાહનો ફાળવવાની કામગીરી તેમજ પાલિકાના કામે વડોદરા શહેર બહાર જવા વાહનો ફાળવવામાં આવે છે. આ પ્રકારના વાહનો પાલિકા પાસે અપુરતા હોવાથી જરૂરીયાત મુજબના વાહનો ફાળવી શકાતા નથી . જેથી જરૂરીયાત મુજબની
એ સી / નોન એ.સી. કાર ટાઇપના વાહનો ભાડેથી મેળવવા તજવીજ આરંભી છે. ગત કોન્ટ્રાક્ટ રૂ. 60 લાખની મર્યાદામાં કરવામાં આવ્યો હતો. જેની સમય મર્યાદા ઓગસ્ટ મહિના દરમ્યાન પૂર્ણ થઈ છે. હવે નવા ટેન્ડર માટેની પ્રક્રિયા હાથ ધરાતા 05 કોન્ટ્રાક્ટરોએ રસ દાખવ્યો હતો. જેમાં લોએસ્ટ ઇજારદાર ઓમ ટ્રાવેલ્સને ટેન્ડરની શરતોએ રૂ. 40/-લાખની ખર્ચ મર્યાદામાં ૧-વર્ષ માટે ઇજારો આપવાનું કામ સ્થાયિ સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ થયું છે.




